કચ્છના વ્યક્તિને ડેટિંગ સાઈટ પર રંગરેલિયા ૩૨ લાખમાં પડ્યા
-પાર્ટનરશીપમાં સ્પા શરૂ કરવાની લાલચ આપી ૨૨.૩૬ લાખ પડાવ્યા -જેને યુવતી સમજતો હતો તે કિન્નર નીકળ્યો
ભુજના નિરોણા પાસેના અમરગઢ ગામના ૪૧ વર્ષીય પરણિત યુવક વર્ષ ૨૦૨૨માં ડેટિંગ એપના માધ્યમથી કોલકાતાની એક છોકરીના પરિચયમાં આવ્યો હતો.
આ પછી યુવક અને કોલકાતાના યુવતી સાથે વાતચીત શરૃ થઈ હતી. જેમાં યુવતીએ વીડિયો કોલમાં અંગત યુવકનો વીડિયો રેકોર્ડ કરીને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યુ હતુ અને યુવક પાસેથી રૃ.૧૦ લાખ પડાવી લીધા હતા. જ્યારે યુવતી કિન્નર હોવાની ઘટસ્ફોટ થયો હતો. થોડા સમય બાદ યુવકને અન્ય એક છોકરીનો ફોન આવે છે અને પાર્ટનરશીપમાં સ્પા શરૃ કરવાની લાલચ આપીને રૃ.૨૨.૩૬ લાખ પડાવી લે છે. સમગ્ર મામલે યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી આરોપીએ તેના પર પ્રેસર કરતાં અરજી પરત ખેંચાવી હતી. જો કે, પછી પણ આરોપીઓએ યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૃ રાખતાં હોવાથી અંતે કંટાણીને યુવકે નિરોણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભુજના નિરોણા પાસેના અમરગઢ ગામના પરણિત યુવક બ્લેકમેઈલ અને પાર્ટનરશીપની લાલચ આપીને છેતરપિંડી કરનારા અજાણ્યા ગઠિયાઓએ ૩૨.૩૬ લાખ રૃપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના એમ છે કે, ૨૦૨૨માં ફરિયાદી યુવકને ડેટિંગ વેબસાઈટના માધ્યમ પરથી મીકી નામની છોકરીની પ્રોફાઈલમાંથી નંબર મેળવીને વોટ્સએપમાં ફોન કર્યો હતો. જેમાં મીકીએ પોતે ગરીબ હોવાનું કહેતા ફરિયાદીએ તેનામાં થોડા પૈસા નાખ્યા હતા. થોડા સમય પછી મીકી ફરિયાદીને પોતાના અંગત વીડિયો મોકલ્યા કરતી હતી.
એક દિવસે મીકીએ ફરિયાદને વીડિયો કોલ કરીને નગ્ન હાલતમાં વાત કરતા હોવાનો વીડિયોનું રેકોર્િંડગ કરી લીધું હતું. આ પછી મીકીએ ફરિયાદીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતી હતી. અમુક દિવસો પછી મીકીએ કિન્નર હોવાનું જણાવ્યું હતું. આમ આરોપી કિન્નરે ટૂકડે ટૂકડે ૧૦ લાખ રૃપિયા પડાવી લીધા હતા.