Sardar Gurjari

મંગળવાર, તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૫, પોષ સુદ ૮, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૦૧

મુખ્ય સમાચાર :
આણંદ : જમીન વેચાણની લાલચમાં કરાયેલી ૩.૨૨ કરોડની છેતરપીંડીમાં એકપણ પૈસાની રીકવરી નહીં
પકડાયેલા વિવેકસાગરદાસ સ્વામીનુું એક જ રટણ મને એકપણ પૈસો મળ્યો નથી, ઉલ્ટાનું ફરિયાદીને મેં ૭૫ લાખ આપ્યા હતા
11/09/2024 00:09 AM Send-Mail
આણંદના બીલ્ડર અને તેમના ભાગીદારોને કચ્છના અબડાસા તાલુકાના રવા ગામે આવેલી ૧૬૦.૪૭ એકર જમીન સસ્તા ભાવે ખરીદીને તે જ જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે ખરીદી લેવાની લાલચ આપીને ૩.૨૨ કરોડ રૂપિયાનો ચુનો લગાવવાના કેસમાં પકડાયેલા સ્વામી વિવેકસાગરદાસ પાસેથી પોલીસ એકપણ રૂપિયાની રીકવરી કરી શકી નહોતી. બે દિવસના રીમાન્ડ પુરા થતાં તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના બીલ્ડર જીગરભાઈ સુરેશભાઈ પટેલ અને તેમના ભાગીદારો સચીન ઘનશ્યામભાઈ પટેલ, નેતલ કીરિટકુમાર પટેલને આણંદના દલાલ મનિષભાઈ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા સ્વામી દર્શનપ્રિય દાસજી સ્વામી (રે. ચીખોદરા) અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી (રે. રાજકોટ)એ સને ૨૦૨૦માં કચ્છના રવા ગામની ૧૬૦.૪૭ એકર જમીન બતાવી ઉક્ત જમીન એકરે ૭.૧૧ લાખમાં ખરીદીને તે જ જમીન તેમની પાસેથી ૧૧.૪૩ લાખમાં લેવાનુ ંનક્કી કરીને લલચાવ્યા હતા અને ૧.૫૧ કરોડ રોકડા તેમજ ૧ કરોડના ચેકો લીઘા હતા. ત્યારબાદ જુનાગઢ બોલાવીને જમીન વેચાણના માત્ર ૭૫ લાખ આપ્યા હતા. ત્યારબાદ ચેકો ભરીને રીર્ટન કરાવી ૮૦ લાખ રોકડા મેળવી લીઘા હતા. આ કેસમાં શહેર પોલીસે વિવેકસાગર દાસજી સ્વામી અંકલેશ્વર નજીક આવેલા પાનોલી સ્થિત સ્વામી માધવપ્રિયદાસજીના આશ્રમમાથી ધરપકડ કરીને બે દિવસના રીમાન્ડ પર મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન પોલીસે પુછપરછ કરતા છેતરપીંડીથી મેળવાયેલા ૩.૨૨ કરોડમાંથી તેમની પાસે એકપણ રૂપિયો આવ્યો નહોતો. ઉલ્ટાનું ફરિયાદીને જુનાગઢ સ્વામીનારાયણ મંદિરે બોલાવીને ૭૫ લાખ મારા ઘરના આપ્યા હતા તેવું રટણ ચાલુ જ રાખ્યું હતુ. જે કોઈના ગળે ઉતરે તેમ નથી. બે દિવસની તપાસ દરમ્યાન પોલીસ દ્વારા એકપણ રૂપિયાની રીકવરી કરાઈ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા સ્વામી વિવેકસાગરદાસ જો સમગ્ર રેકેટમાં સંડોવાયા ના હોય તો પોતાના ૭૫ લાખ રૂપિયા કેમ આપે? તેમની પણ સંડોવણીના પુરાવા મળતા તેમની ધરપકડ કરાઈ હતી. જો કે ફરિયાદ દર્શનપ્રિય દાસજી સ્વામી અને વિક્રમસિંહ ડાભી વિરૂદ્ઘ જ દાખલ થવા પામી છે. આ બન્નેએ પોલીસની ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજુ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.


વાંસખીલીયામાં વેચાણ આપેલા મકાન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દેનાર દંપત્તિ વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

ઉમરેઠ : ગંગાપુરા પાસે બેકાળજીપૂર્વક પાર્ક કરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ભટકાતા ચાલકનું મોત, ૧ ગંભીર

ઉમરેઠ તાલુકાના ફતેપુરાના શખ્સને ૯૦ હજાર રૂા.ના ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની કેદની સજા

ખંભાતમાં વખારનો નકુચો તોડીને તસ્કરો ૭૭૦૦ પતંગ ચોરી જતા ફરિયાદ

તારાપુરમાં પીધેલા કાર ચાલકે વકિલની કારને ઘસરકો કરીને ધમકી આપતાં ફરિયાદ

નાપાડના જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવીને ૧.૪૫ લાખ પડાવી લેનાર ગેંગ વડોદરામાં ઝડપાઈ

આણંદ : ગણેશ ચોકડી વિસ્તારમાં દારૂ પીને ‘દાદા’ બનવા નીકળેલા ત્રણને નગરજનોએ ફટકાર્યા

આણંદ : બે કલાકની અંદર જ હીટ એન્ડ રનની બે ઘટનામાં યુવતી અને વૃધ્ધાનું મોત