વલ્લભ વિદ્યનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સિલિંગ સ્કીમ વિષય અંતર્ગત નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ શિરીષ કુલકર્ણી, અતિથિ વિશેષ ડો. મહિપતસિંહ ચાવડા (ઉપકુલપતિ મહારાજ કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર), સ્પેશ્યલ ગેસ્ટ પ્રો. આનંદકુમાર (અધ્યક્ષ, ઈન્ડિયન એકેડેમી ઓફ હેલ્થ સયકોલોજી), કી નોટ એડ્રેસ પ્રો. એન.કે. સક્સેના (ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને પ્રોફેસર), કોન્ફરન્સ ડિરેક્ટર પ્રો. સુરેશભાઈ મકવાણા, કોન્ફરન્સ કનવિનીયર પ્રો. સમીર જે. પટેલ, પ્રો. સંગીતા પાઠક, પ્રો. પંકજ સુવેરા, ડો. દિલીપ શર્મા, નયન પરમાર તેમજ મનોવિજ્ઞાન ક્ષેત્રે સંકળયેલા મનોવૈજ્ઞાનિકો, વિશિષ્ટ શિક્ષકો, કાઉન્સેલરો, રીહેબિલિટેશન પ્રોફેશનલ, એમ.એ., એમ.ફિલ., પી.એચ.ડી. ના રિસર્ચ સ્કોલર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મનોવિજ્ઞાન ક્ષેત્રમાં ચાલીસ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા ડો. એન.કે. સક્સેનાએ જણવ્યું હતું કે, ‘કોઈપણ બાળકના માનસિક સ્વાસ્થ્યનો અધાર તેન પરિવાર પર હોય છે આથી જ શાળા અને પરિવારની ભાગીદારી હોવી જરૂરી છે. એમ.કે. યુનિવર્સિટી, ભાવનગરન કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાનું મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ડો. મહિપતસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર દરેક શૈક્ષણિક સંકુલ અને યુનિવર્સિટી દીઠ ‘સાયકોલોજીકલ વેલ બીઈંગ’ સેન્ટર હોવું જોઈએ. દેશના યુવાધનના માનસિક સ્વાસ્થ્ય માટે સમાજ, સરકારે એવરનેશસીલ હોવું જ જોઈએ.
મનોવિજ્ઞાન વિભાગના વડા ડો. સુરેશ મકવાણાએ સર્વેનું શાબ્દિક અભિવાદન કર્યું તેમજ કોન્ફરન્સના કન્વિનીયર પ્રો. સમીર જે પટેલે કોન્ફેરેન્સના મુખ્ય વિષયની છણાવટ કરી હતી.