શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯
વેબસાઈટ

જેસીઆઇ મિલ્ક સીટી દ્વારા સિઆચેન જનજાગૃતિ ઝુંબેશમાં ભારતીય લશ્કર માટે પ.રપ લાખનો ફાળો એકત્ર

સિઆચેન યુદ્ઘક્ષેત્રમાં ફરજ બજાવી ચૂકેલા શેરદિલોને સન્માનવાનો મને અવસર સાંપડયો : હર્ષલ પુષ્કર્ણા : સિઆચેન ક્ષેત્રમાં ભારતીય સૈનિકો સાથેની મુલાકાતના અનુભવો, સ્થિતિનો ચિતાર સફારી મેગેઝીનના સંપાદકે પ્રસ્તુત કર્યો
26/07/2017 00:07 AM
છેલ્લા કેટલાક સમયથી ચીનની વધતી દખલગીરી અને યુદ્વની ધમકીઓની પૃષ્ઠભૂમિ એવા સિઆચેન ક્ષેત્રનું નામ સમાચાર માધ્યમોમાં ઉછળી રહ્યું છે. ભારત-ચીનની બોર્ડર પરના સિઆચેન ક્ષેત્રની દોઝખ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય જવાનો અડગતાથી મા-ભોમની રક્ષા કાજે તૈનાત છે. આ સ્થળની રુબરુ મુલાકાત લઇને સૈનિકો સાથેની વાતચીત, સિઆચેન ક્ષેત્ર અંગેની જાણકારી મેળવનાર સફારી મેગેઝીનના સંપાદક હર્ષલ પુષ્કર્ણાએ આણંદમાં ટાઉનહોલમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે રુબરુ ચર્ચા કરી હતી.
જેસીઆઇ મિલ્ક સીટી આણંદ દ્વારા સિઆચેન ક્ષેત્રમાં કઠીન પરિસ્થિતિમાં ફરજ બજાવતા ભારતીય જવાનો પ્રત્યે સમર્થન અને તેમને સહાય માટેના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જે માટે કલબ દ્વારા સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ભારતીય લશ્કર માટે આણંદગરાઓએ રૂ. પ.રપ લાખનો ફાળો આપ્યો હતો. આ ફાળાના ચેકની આ કાર્યક્રમમાં હર્ષલ પુષ્કર્ણાને ઔપચારિક અર્પણવિધિ કરીને તમામ રકમ સૈનિક વેલ્ફેર ફંડના ખાતામાં જમા કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સિઆચેન યુદ્વક્ષેત્રમાં ફરજ બજાવી ચૂકેલા પાંચ ગુજરાતી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને સન્માનપત્ર એનાયત કરતા હર્ષલ પુષ્કર્ણા ભાવવિભોર બન્યા હતા. તેઓએ આ પ્રસંગને પોતાના માટે સુવર્ણ ઘડી સમાન ગણાવ્યો હતો. વધુમાં ૧૯૬ર, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્વમાં લડેલા મેજર નીતિન મહેતાની આ કાર્યક્રમમાં વિશેષ હાજરી હતી. જેઓએ સ્ટેજ પરથી આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, લશ્કર માટે દેશના પ્રજાજનોમાં આદર, પ્રેમ ખીલે તે માટે આવા જાગૃત કાર્યક્રમોની તાતી જરૂરિયાત છે. વધુમાં તેઓએ હર્ષલ પુષ્કર્ણાની લશ્કર પ્રત્યેની સંવેદના અને તેને પ્રજાજનો વચ્ચે શેર કરવાની કામગીરીને બિરદાવી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે હિંમતપૂર્વક ઝઝૂમેલા અમદાવાદના (શહીદ) મેજર ઋષિકેશ રામાણીના પિતા વલ્લભભાઇ રામાણીની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી. દેશકાજે ફરજ બજાવતા વીરગતિને પ્રાપ્ત થયેલા પુત્રની યાદમાં વલ્લભભાઇએ અમદાવાદમાં મેજર ઋષિકેશ રામાણી સ્મૃતિ મંદિર બનાવ્યું છે. કાર્યક્રમના મુખ્ય પ્રવકતાપદેથી સફારી મેગેઝીનના સંપાદક અને એડિટર ઇન ચીફ તથા 'આ છે સિઆચેન' પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણાએ સિઆચેન યુદ્વક્ષેત્રની તેઓએ લીધેલ મુલાકાત, સૈનિકો સાથે થયેલ વાર્તાલાપ સહિતની બાબતોનો અક્ષરશ: ચિતાર રજૂ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સિઆચેન બોર્ડર વિસ્તારમાં આપણા સૈનિકોની સ્થિતિ જોઇને તેનાથી સમગ્ર દેશવાસીઓને માહિતગાર કરવા માટે 'સીઆચેન અવેરનેસ ડ્રાઇવ' નામના પ્રોગ્રામની શરૂઆત કરી હતી. તેઓ કોઇપણ પ્રકારની ફી લીધા વિના સમગ્ર રાજયમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો સુધી સિઆચેન ક્ષેત્રની જાણકારી પહોંચાડી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વીર જવાનો અને તેમના પરિવારજનોને આવકારતા હર્ષલ પુષ્કર્ણાએ જણાવ્યું હતું કે, આપણા સૈનિકો આપણા માટે અનેક તકલીફો ભોગવીને પણ આપણી સુરક્ષા કરે છે, ત્યારે આ બાબતની જાહેર જનતા નોંધ લે અને સૈનિકોની કદર કરે તે અત્યંત જરૂરી બાબત છે. સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ અંગે આણંદના લોકોને માહિતગાર કરવા માટે જેસીઆઇ મિલ્ક સીટી આણંદના અભિયાનને હર્ષલ પુષ્કર્ણાએ આવકારદાયક પગલું ગણાવ્યું હતું. જેમાં આણંદગરાઓએ આપેલા આર્થિક સહયોગ બદલ સૌની દેશભાવનાને બિરદાવી હતી. જેસીઆઇ મીલ્ક સીટી, આણંદ દ્વારા યોજાયેલ કાર્યક્રમના પ્રોગ્રામ ચેરમેન સ્નેહલ કોઠારી, મયુર શાહ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. કાર્યક્રમમાં રાજય ઉદ્યોગમંત્રી રોહિતભાઇ પટેલ, જેસીઆઇના હોદ્ંેદારો, સદસ્યો અને મોટી સંખ્યામાં આણંદ સહિત આસપાસના વિસ્તારોમાંથી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં પ્રારંભથી શ્રોતાઓએ છેક સુધી બેસીને સિઆચેન ક્ષેત્ર અને ભારતીય જવાનોની બહાદુરીની વાતો સાંભળી હતી.
એક રાખડી સમગ્ર દેશની રક્ષા કરનાર સૈનિક ભાઇની રક્ષાર્થ
ભારતીય લશ્કરના શેરદિલ જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાની અપીલ હર્ષલ પુષ્કર્ણાએ કરી હતી. અગાઉ તેઓએ રાજકોટ વિસ્તારમાં કરેલ અપીલને સૌએ હદયપૂર્વક આવકારીને નકકર કામ કર્યુ હતું. જેમાં ૪પ૦૦ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, નાગરિકો દ્વારા સૈનિકોને રાખડી મોકલવામાં આવી છે. સિઆચેન જનજાગૃતિ ઝુંબેશમાં રાખડી અભિયાનને મળી રહેલ ઉમળકાભેર આવકાર બદલ હર્ષલ પુષ્કર્ણાએ આનંદ વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન આડે વધુ દિવસ રહ્યા નથી. માટે રાખડીનું કવર સાદી ટપાલમાં બને તેટલી ત્વરાએ આપણા બહાદુર સૈનિકોને મોકલી આપવાના અભિયાનને વધુ અસરકારક બનાવવું જોઇએ.

અહો આશ્ચર્યમ્ : ૧.૯૭ લાખ મતોની તોતિંગ લીડ સાથે ભાજપે આણંદ બેઠક જીતી

ખેડા બેઠક પર ભાજપનો ૩.૬૭ લાખ મતથી વિજય

થવાદની યુવતિને કૌટુંબિક ભાઈએ ઊઠાવી જઈ જાતિય અત્યાચાર ગુજારતાં ફરિયાદ

માતરના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી પર ત્રાસ ગુજારાતાં ફરિયાદ

ચકલાસીના પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો

માતર : ડમ્પરની અડફેટે વૃધ્ધ રાહદારીનું મોત

બોરસદ-ગંભીરા માર્ગ પર વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ ગ્રામજનોનો ચક્કાજામ

ખાનપુરના પ્રવેશ માર્ગ ડાયવર્ઝનનું સૂચના બોર્ડ ૪ કિ.મી.ના અંતરે મૂકાતા વાહનચાલકોને રઝળપાટ

Copyright © 2014 Sardar Gurjari
Unit of Sardar Prakashan PVT. LTD.            Created by Gujjutech.