મંગળવાર, તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧
વેબસાઈટ

ખેતર ફરતે તાર-ફેન્સીંગ સહાયની નવી યોજનાથી નાના ખેડૂતોની પરેશાની વધશેની ચિંતા

અગાઉ પણ ૬૦ ટકા ઉપરાંત અરજીઓ પેન્ડીંગ રહેતી હતી : ર૦ હેકટર ખેતીની જમીનના ખેડૂતો દ્વારા ગૃપમાં ૩૧ મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે
04/05/2017 00:05 AM
ખેતી પાકોને નીલગાય, ભૂંડ તથા વન્ય પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતો પોતાના ખેતર ફરતી કાંટાળી વાડ બનાવવા ઈચ્છતા હોય છે. આ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ (ફેન્સીંગ) માટે આર્થિક સહાય અપાતી હતી. જેમાં વન વિભાગ હસ્તકની ફેન્સીંગ વાડની યોજનામાં એક મિટરે ૯૭ રૂપિયાના ખર્ચ લેખે ખર્ચના પચાસ ટકાની સહાય ખેડૂતને આપવામાં આવતી હતી. પરંતુ હવે એક ખેડૂતને આ યોજનાનો લાભ આપવાનું બંધ કરવા સાથે વન વિભાગ પાસેથી પણ સહાય આપવાની સીસ્ટમ પરત લઇને હવે રાજય જમીન વિકાસ નિગમ લિ.ને સોંપવામાં આવી છે. તેમાં પણ ફેન્સીંગ સહાય માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, આંકલાવ, બોરસદ તેમજ ખંભાત તાલુકામાં નીલગાયો તથા જંગલી ભૂંડનો ત્રાસ સતત રહ્યા કરે છે.નીલગાયો અને ભૂંડથી કીમતી ખેતી પાકોને બચાવવા માટે ખેડૂતો પોતાના ખેતર ફરતી કાંટાળી વાડ બનાવવાનો આગ્રહ રાખતા હોય છે. જે માટે અત્યાર સુધી રાજયના વન વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવામાં આવતો હતો. પરંતુ તેમાં પણ અરજી કરનાર ખેડૂતોની સંખ્યા સામે ઓછી ગ્રાન્ટ ફાળવણીના કારણે દર વર્ષ ૫૦થી ૬૦ ટકા અરજીઓ પેન્ડીંગ રહેતી હતી.જેના કારણે નાના ખેડૂતોને સમયસર સહાય ન મળવાના કારણે ઉભા પાકને નીલગાય સહિતના પશુઓની બચાવવાની પરેશાની ભોગવવી પડતી હતી.
નાના ખેડૂતોની આ પરેશાનીમાં હવે સરકારના નવા નિયમના કારણે વધારો થશેની સંભાવના વ્યકત થઇ રહી છે. જેમાં ખેતરની ફરતે વાડ-ફેન્સીંગ બનાવવાની નવી યોજનામાં હવે અરજદાર પાસેથી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. જેના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ર૧ એપ્રિલ,ર૦૧૭થી ૩૧ મે, ર૦૧૭ સુધીમાં ખેડૂતો અરજી કરી શકશે. આ અરજીનો સ્વીકાર ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ની જિલ્લા કચેરીઓ દ્વારા કરવામાં આવશે. જાણવા મળ્યાનુસાર ઓનલાઇન કરાયેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર થતી અરજીઓની ચકાસણી કરીને મંજૂરીના આદેશોનું વિતરણ કૃષિ મહોત્સવ-ર૦૧૭ દરમ્યાન કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વાડ-ફેન્સીંગનો લાભ લેવા ર૦ હેકટર જમીનના ખેડૂતોનું ગૃપ હોવું જરૂરી
ખેતર ફરતે તાર-ફેન્સીંગ માટેની અમલી બનાવાયેલ નવી યોજનામાં હવે સીંગલ ખેડૂત સહાય માટે અરજી નહીં કરી શકે. પરંતુ આ યોજનાનો લાભ મેળવવા ખેતીની ર૦ હેકટર જમીનના ખેડૂતોનું ગૃપ જ ઓનલાઇન અરજી કરી શકશે. તંત્રના જણાવ્યાનુસાર ર૦ હેકટર ખેતીની જમીન ગોળ, ચોરસ, લંબગોળ કે કોઇપણ સાઇઝમાં હોઇ શકે. આ અરજીઓનું બાયસેટ દ્વારા વેરીફીકેશન કરાયા બાદ ર૦ ખેડૂતોના ગૃપના લીડરને સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાયની ચૂકવણીમાં રનીંગ મિટરના પ૦ ટકા અથવા રૂ. ૩૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મળશે.

નવી તાર-ફેન્સીંગ યોજનાનું જમા-ઉધાર પાસુ
ખેતર ફરતે તાર-ફેન્સીંગ બનાવવા ખેડૂતોને સહાય આપવાની અગાઉની યોજનામાં સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં હવે ર૦ હેકટર ખેતીની જમીનના ખેડૂતોના ગૃપને સહાય ચૂકવાશે. પરંતુ નવી યોજનાના જમા-ઉધાર પાસંા અંગે ખેડૂતોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. જેમાં નાના ખેડૂતોને એકસાથે ફેન્સીંગના મટીરીયલની ખરીદી થવાના કારણે ભાવમાં ફાયદા સાથે આર્થિક લાભ થશે. પોતાના સહિત આસપાસના ખેતરોમાં પણ ફેન્સીંગ થવાના કારણે નીલગાય, ભૂંડ સહિતના પશુઓની અવરજવર ઓછી થઇ જશે. જો કે નવી યોજનાનું નકારાત્મક પાસું એ પણ છે કે ર૦ હેકટર ખેતીની જમીનના ખેડૂતોનું ગૃપ બનાવવું મુશ્કેલ છે. કદાચ એકાદ, બે ખેડૂતો યોજનામાં જોડાવવાની ના પાડે તો આસપાસના અન્ય ખેતરોના ખેડૂતો ર૦ હેકટર જમીન પૂરી થતી ન હોવાના સંજોગોમાં તાર-ફેન્સીંગ સહાય યોજનામાં જોડાઇ શકશે નહીં.

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ધુમ્મસના કારણે ૪૦થી વધુ વાહનો ટકરાતાં અકસ્માત

આણંદ : દુકાનદારોએ દબાણ કરેલા ઓટલા તોડી પડાયા, ફૂટપાથ ખુલ્લી કરાઇ

આંકલાવ મામલતદાર કચેરીમાં ૬૫૦૦ની લાંચ લેતા સર્કલ ઓફિસર-ઓપરેટર ઝડપાયા

ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની ૩ ફરિયાદોમાં પોલીસ કાર્યવાહીનો સમિતિનો નિર્ણય

Copyright © 2014 Sardar Gurjari
Unit of Sardar Prakashan PVT. LTD.            Created by Gujjutech.