Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :

અસહમતિના સૂર

20/08/2019 00:08 AM

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવાના મૌદી સરકારના ઐતિહાસિક નિર્ણયને મળી રહેલ વ્યાપક સમર્થન વચ્ચે અસહમતિના પણ કેટલાક સૂર ઉઠ્યા છે. જોકે આટલા મોટા દેશમાં આવું થવું સ્વાભાવિક છે, પરંતુ આ નિર્ણય સાથે અસહમત લોકો કાશ્મીરની અશાંતિની આડમાં પોતાનો રાજકીય એજન્ડા ચલાવનારાઓને જાણે-અજાણે ખાતર-પાણી આપવાનું કામ

પડકારો ઝીલવા કોંગ્રેસ ફરી સોનિયા ગાંધીને શરણે

20/08/2019 00:08 AM

ભારતના સૌથી જૂના અને આઝાદીના સંગ્રામના કેન્દ્રસ્થાને રહેલા કૉંગ્રેસપક્ષના અધ્યક્ષપદનો અખત્યાર ફરીને ૭૩ વર્ષનાં સોનિયા ગાંધીએ સંભાળી લીધો છે.અગાઉ ૧૯૯૮થી ૨૦૧૭ લગી સોનિયા કૉંગ્રેસનાં અધ્યક્ષ રહ્યાં હોવાથી એ સૌથી લાંબા સમયગાળા માટે આ પક્ષનાં અધ્યક્ષ રહ્યાં. વિપક્ષી ટીકાના મારા છતાં નેહરુ-ગાંધી પરિવારનું

મોદીના સંદેશનો મર્મ

20/08/2019 00:08 AM

સંવાદની કલામાં નિપુણ થયા વિના કોઈ નેતા મહાન નથી બની શકતો. મહાન નેતાઓની ખૂબી એ હોય છે કે તેઓ લોકો સાથે જ્યારે પણ વાત કરે છે તો તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાઈ જાય છે. પછી તેમની વાતથી પ્રેરિત થઈને લોકો એ જ કરવા લાગે છે, જેનું તેમને પણ પૂર્વાનુમાન નથી હોતું. પાછલાં પાંચ વર્ષમાં આપણે વડાપ્રધાન નરેન્દ્ર

પ્લાસ્ટિકનો ખતરો

20/08/2019 00:08 AM

આપણે ત્યાં હવે એ દૃશ્યો સામાન્ય થઈ ગયાં છે કે ગાય જેવાં પશુઓ કચરાના ઢગલામાં ભોજન શોધતાં તેની સાથે પ્લાસ્ટિકની થેલીઓ પણ પેટમાં પધરાવતાં જાય છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે એક પ્રાણી સંગ્રહાલયના દરિયાઇ ઘોડાનું નિધન થયું તો તેના પેટમાંથી ભારે માત્રામાં પ્લાસ્ટિકની થેલીઓ મળી, જે કદાચ તેણે ભોજન સ

અંતર્દૃષ્ટિ- સમયથી આગળ

20/08/2019 00:08 AM

જે વીતી ગયું છે તેનો મોહ છોડવો સરળ નથી હોતું. વર્તમાનમાં જીવનારાની પણ સંખ્યા ઓછી હોય છે. ત્યાં જ સમયથી આગળનું વિચારવા અને કરવાની ક્ષમતા અને સંકલ્પ શોધવા છતાં કદાચ જ મળે. વાસ્તવમાં મનુષ્યની દૃષ્ટિ સંકુચિત થતી જાય છે. પ્રાચીન કાળમાં લોકો વૃક્ષો વાવતા હતા, જેથી આવનારી પેઢીઓ તેની છાયામાં બેસી શકે, તેના

કથાસાગર- લોહિયાની શ્રદ્ઘાંજલિ

20/08/2019 00:08 AM

૧૯૪૨માં જ્યારે ગાંધીજી અને કોંગ્રેસના અન્ય નેતાઓની ધરપકડ કરી લેવાઈ ત્યારે મહાન વિચારક અને સ્વતંત્રતા સેનાની રામ મનોહર લોહિયાએ ભૂમિગત રહીને ‘ભારત છોડો આંદોલન’ આખા દેશમાં ફેલાવ્યું. ૧૯૪૪માં તેમને મુંબઈથી ધરપકડ કરીને લાહોર કિલ્લાની એક અંધારી કોટડીમાં રાખવામાં આવ્યા, જ્યાં ૧૪ વર્ષ પહેલાં ભગત સિંહને ફાંસ

કોંગ્રેસે પ્રયોગ ખાતર પણ ગાંધી-નહેરુ ખાનદાનથી આગળ વિચારવાની જરૂર હતી

19/08/2019 00:08 AM

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે મેળવેલ ઓછી બેઠકોના પગલે રાહુલ ગાંધીએ કૉંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું ત્યારથી કૉંગ્રેસમાં નવા પ્રમુખ કોણ બનશે એ વાતની ચર્ચા મીડિયામાં સતત ચાલતી હતી. પણ આંતરિક રીતે તો વાત ગાંધી પરિવાર પર જ મર્યાદિત હતી. તે રીતે નવા પ્રમુખ શોધવાનું ઘમ્મરવલોણું ચાલતું હતું. જેમાં

'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ' બન્ને ફિલ્મોને પ્રેક્ષકોની દિલથી સલામી!

19/08/2019 00:08 AM

રજાના દિવસોમાં કઈ ફિલ્મ જોવા જવું એ વાત માટે ગુંચવણ થાય એવી બે મોટી ફિલ્મો 'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ' સાથે રજૂ થઇ છે, એટલે સમય તો બન્ને ફિલ્મોને આપવો હોય તો થીયેટરોએ બન્ને ફિલ્મોના ઢગલો શો ગોઠવી દીધા છે. તો નક્કી કરી જ લીધું હશે કે 'મિશન મંગલ' ક્યારે જોવી અને 'બાટલા હાઉસ' માટે ક્યારે સમય આપવો?! એ

અંતર્દૃષ્ટિ- ભૌતિક જીવન

19/08/2019 00:08 AM

શું આપણે જાણીએ છીએ કે દુનિયામાં કઈ રીતે રહેવું જોઇએ? આ પાર્થિવ જીવન સિવાય શું કોઈ અન્ય જીવન છે, જે લૌકિક ન હોઇને પારલૌકિક છે? આ સંસારનું જીવન ત્યારે જ સાર્થક થઈ શકે છે, જ્યારે તે પારલૌકિક જીવનની એક કડી હોય, અન્યથા જો ઇહલૌકિક જીવન ફક્ત આ લોકનું છે, અહીં પ્રારંભ થઇને અહીં જ સમાપ્ત થઇ જાય છે, ત્યારે મન

કથાસાગર- કર્તવ્ય પાલન

19/08/2019 00:08 AM

ચીનનો એક અમીર ચ્યાંગ ઘેટાં પાળવાનો ધંધો કરતો હતો. તેના વાડામાં ઘણાં ઘેટાં હતાં. તે તેમના ખાવા-પીવાનું પૂરતું ધ્યાન રાખતો. ધીમે ધીમે તેના વાડામાં ઘેટાંની સંખ્યા એટલી વધી ગઈ કે તેમને એકલા સંભાળી શકવા મુશ્કેલ બની ગયું. તેણે ઘેટાંનું ધ્યાન રાખવા માટે બે છોકરાને નિયુક્ત કર્યા. ઘેટાંને પણ બે ભાગમાં વહેંચી