Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :

વાદળને કાગળ મુકામ પોસ્ટ : આકાશ

16/06/2019 00:06

હજી હમણાં કાલ સુધી આખ્ખાય નગરને બાનમાં લેતો તડકો પોતાની જોહુકમી ચલાવતો ગામ-શહેરનાં લમણે લૂની બંદૂક તાકીને કાળા ડામરનાં રોડ પર પોતાની ગરમી બતાવતો. રસ્તાની બાજુએ ઊભેલા વૃક્ષો એ પણ જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એમ પોતાના દેહને સંકોરીને શરણાગતિ સ્વીકારી લીધી હતી. પક્ષીઓ પણ જેમતેમ ક્યાંકને ક્યાંક છાંયડાનો જુગાડ-કરીને તડકાની તુમાખી સાથે અથડાવાનાં મૂડમાં નહોતા. ગલીનું શ્વાન પૂરા શરીર...

ભણેલા મહારાજ

16/06/2019 00:06

કોઈને વળગાડ વળગ્યો હોય, છોકરાંને તાવ ચડ્યો હોય, ભેંસ દૂધ ન આપતી હોય કે કોઈને દાઢ દુ:ખતી હોય. ત્યારે એ મહારાજ હાથમાં માત્ર નાડાછડીનો એક ટુકડો લઈ કશુંક બબડે પછી તે દોરાને બાંધી દેવા કહે. એ અભણ ડોક્ટરની ફી માત્ર કૂતરાને રોટલો નાખવાની. આયુર્વેદનું, વૈદક પણ જાણે. તેમને સંસારનું લૂણ ગણાવી શકાય. તેમના આવ્યા પછી ગામનું મંદિર, ભીંતો પર સૂત્રો લખાયાં છે. લોકોની મહારાજ પ્રત્યેની અજબગ...

કુદરતી કરતાં પારિવારિક સુનામી વધુ ખતરનાક

16/06/2019 00:06

બે દિવસ પહેલાં અરબી સમુદ્રમાંથી પ્રગટ થયેલું ‘વાયુ’ નામધારી વાવાઝોડું ગુજરાત પરથી પસાર થવાનું હતું. પરંતુ કોણ જાણે કેમ એ ઓમાન તરફ ફંટાઈ ગયું ? આ સવાલ અમારી ઓટલા પાર્લામેન્ટમાં ગઈકાલે ચર્ચાયો હતો. અમારી પ્રાઈવેટ પાર્લામેન્ટના સુપ્રિમો પૂજ્ય જટાકાકા સૌની સામે નજર ફેંકી બોલ્યા : ‘મારા આત્મીય બંધુઓ ! આપણું ગુજરાત ખરેખર સુપર ભાગ્યશાળી છે. આ પહેલાં ૧૯૭૦ માં ‘ભોલા’ નામનું વાવાઝોડું ત્...

વધતી વિમાન દુર્ઘટનાઓ

16/06/2019 00:06

ભારતીય વાયુસેનાની સત્તાવાર જાહેરાતમાં ગુમ થઈ ગયેલ એએન-૩૨માં સવાર ૧૩ બહાદુર સૈન્યકર્મીઓને શ્રદ્ઘાંજલિ આપતાં કહેવાયું છે કે તેમાંથી કોઈ આપણી વચ્ચે રહ્યું નથી. અંતે કોઈના જીવિત ન બચવાની જાહેરાતની સાથે જ એ આશાઓ દફન થઈ ગઈ, જે આ જાંબાઝોના પરિજનો લગાવી રહ્યા હતા. ૩ જૂને આ વિમાન એએન-૩૨ અસમના જોરહાટ બેઝથી અરુણાચલ પ્રદેશના શિયોમી જિલ્લા સ્થિત મેચુકા માટે રવાના થયું હતું, પરંતુ બાર હજાર ...

હરિયાણાના ૭૦ વર્ષીય 'વૃદ્વ'એ પહાડ ખોદીને બનાવ્યો રસ્તો

10/06/2019 00:06

પડકારને પૂરો કરવામાં કદાચ ઉંમર બાધારૂપ બનતી ન હોવાની ઉકિતને હરિયાણાના નારનૌલના ૭૦ વર્ષીયે વૃદ્વ યથાર્થ સાબિત કરી બતાવી છે. જેઓએ પહેલા બે એકર જમીનમાં બગીચો બનાવ્યો અને બાદમાં બગીચા સુધી જવા માટે પહાડ ખોદીને રસ્તો બનાવ્યો. નારનૌલના પહાડી વિસ્તારની તળેટીના નૂની અવ્વલ ગામમાં રહેતા નિવૃત મુખ્ય અધ્યાપક ૭૦ વર્ષીય ઉદમીરામે કોઇપણ સરકારી સહાય વિના પોતાના ૧પ સાથીદારોની ટીમ અને ગ્રામજનોના...

નામચીન તિહાડ જેલમાં મહિલા કેદીઓ માટે સૌપ્રથમ સેમી ઓપન જેલ તૈયાર

10/06/2019 00:06

તિહાડ જેલમાં સજા કાપી રહેલ મહિલા કેદીઓ આગામી સમયથી હવે જેલ પરિસરમાં જ ખુલ્લા આકાશ નીચે હરીફરી શકશે. રોજબરોજના કાર્યો પૂર્ણ કર્યા બાદ જેલની અંદર જ સાંજ પડયે પોતાના નિયત સ્થાન પર જઇ શકશે. તિહાડમાં સૌપ્રથમ ઓપન જેલની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં મહિલા કેદીઓને ત્યાં શીફટ કરવામાં આવશે....

ઉંમર ૧૯ વર્ષ પણ કદ દોઢ ફૂટ અને વજન માત્ર પ કિલો !

10/06/2019 00:06

મનપ્રીતસિંહ નામના બાળકને જોઇને સૌ કોઇ અચંબિત બની રહ્યા છે. કારણ કે ૧૯ વર્ષીય મનપ્રીતસિંહની ઉંચાઇ ૧.પ ફૂટ અને વજન માત્ર પ કિલો છે. હરિયાણાના અબૂબશહેરમાં રહેતો આ બાળક ચર્ચાનો વિષય બન્યો છે. તેના પરિવારજનો બહાર જવા સમયે મનપ્રીતને ગોદમાં ઉઠાવી લે છે....

અનોખો કેસ : ન એફઆઇઆર, ન ધરપકડ માત્ર ઓન ધ સ્પોટ ફેંસલો

10/06/2019 00:06

હરિયાણાના હિસારમાં તાજેતરમાં અનોખો કેસ બન્યો હતો. જેમાં કોઇ એફઆઇઆર નોંધવામાં આવી ન હતી કે કોઇની ધરપકડ કરવામાં આવી નહતી પરંતુ ઓન ધ સ્પોટ ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલો ચાર કિશોરોએ બસ કંડકટર સાથે કરેલ મારપીટનો હતો. જેમાં પોલીસે જ જજ તરીકેની ભૂમિકા ભજવીને ફેંસલો સંભળાવવા સાથે સજા નકકી કરી હતી....

શ્રીદેવીની ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી જ ફિલ્મ અગાઉ શબાના કરી ચૂક્યાં હતાં

09/06/2019 00:06

શ્રીદેવીને સુપરસ્ટારના સ્થાન પર મજબૂત રીતે બેસાડનાર 'મિસ્ટર ઇન્ડિયા'નો આઇડિયા શબાના આઝમી પાસે તે અગાઉ આવી ચૂક્યો હતો. બલ્કે એવી ફિલ્મમાં પોતે કામ પણ કરી ચૂક્યાં હતાં. કેમ કે, બહુ ઓછા લોકોને ખબર હશે પણ, શબાના આઝમીને અમોલ પાલેકર સાથે મુખ્ય ભૂમિકામાં લઈને એક 'મિસ્ટર એક્સ' બન્યું હતું. તેનું સર્જન અમિતાભ બચ્ચનને હિન્દી પડદા પર સૌ પ્રથમ વખત ચમકાવનાર સર્જક કે.એ.અબ્બાસે ૧૯૮૪માં કર્યું...

કયાંય પણ ન પહોંચવાની તૈયારી

09/06/2019 00:06

''જસ્ટ મો એન્ડ ગેટ ઈટ'' ની માનસિકતાએ જિંદગીને કદાચ પાયમાલ કરી નાખી છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. નાનપણથી જ બાળકોને આજના માતા-પિતા રેટ-રેસમાં જોતરી દે છે. મોટાભાગે માતા-પિતા પોતાની હતાશા-નિષ્ફળતઓને બાળકની સફળતામાં જોવા મથી રહ્યા હોય છે. નાનપણથી જ બાળક ભણવામાં અવ્વલ હોય, સાથે ડાન્સ, મ્યુઝિક, કરાટે, સ્કેટીંગ, સ્વીમીંગ વગેરેમાં પણ બીજા બધા કરતા વધુ સારું પ્રદર્શન કરતુ હોય એવ...