Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

ભગવાન રામે કર્યું હતું શિવ સાથે યુદ્ઘ

20/10/2018 00:10

આ કથા પુરાણોમાં મળે છે. સૌ કોઇ જાણે છે કે પ્રભુ શ્રી રામના આરાધ્ય દેવ શિવ છે તો પછી રામ કઇ રીતે શિવ સાથે યુદ્ઘ કરી શકે છે? પુરાણોમાં વિદિત દૃષ્ટાંત અનુસાર આ યુદ્ઘ શ્રીરામના અશ્વમેઘ યજ્ઞ દરમિયાન લડવામાં આવ્યું....

આદિ શંકરાચાર્યના મઠમાં દીક્ષા લીધા બાદ સંન્યાસીઓના નામ કેમ બદલાઇ જાય છે?

20/10/2018 00:10

આદિ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ દેવ ભૂમિ ભારતના પરમ પવિત્ર તીર્થ સ્થળ-ચાર મઠોમાં એ પરંપરા છે કે સંન્સાય લીધા બાદ દીક્ષા લેનારા સંન્યાસીઓના નામ સાથે ઓળખ માટે એક વિશેષ નામ વિશેષણ પણ લગાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વિશેષણ લગાવવાથી એ સંકેત મળે છે કે ઉક્ત સંન્યાસ કયા મઠથી છે અને વેદની કઇ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. મઠના સંન્યાસીઓના નામ પછી દીક્ષા લીધા બાદ કયું...

નિર્વસ્ત્ર થઇને પાણીમાં કરી રહ્યાં હતાં સ્નાન, મળી ભયંકર સજા

20/10/2018 00:10

ભગવાન શ્રીકૃષ્ણએ ચીરહરણની લીલા દ્વારા લોકોને જણાવ્યું કે જળમાં નિર્વસ્ત્ર થઇને પ્રવેશ ન કરવો જોઇએ. જળમાં વરૂણ દેવનો વાસ હોય છે, પરંતુ આ વાતને બે યુવાનો ધનના મદમાં ભૂલી ચૂક્યા હતાં. તેમને ભૂલની એવી સજા મળી હતી કે જેની કલ્પના પણ નહિં કરી હોય. આ વાત છે કુબેરના બે દીકરા નલકુબેર અને મણિગ્રીવની. આવો જાણીએ આ બન્ને કેવી ગંભીર ભૂલ કરી બેઠા અને શુું શાપ મળ્યો હતો....

શું તમે મહિલા નાગા સાધુઓ વિશે આ બાબતો જાણો છો?

20/10/2018 00:10

૬થી ૧૨ વર્ષ સુધી કઠિન બ્રહ્મચર્યનું પાલન સન્યાસની બનતા પહેલા મહિલાને ૬થી ૧૨ વર્ષ સુધી કઠિન બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યારબાદ ગુરૂ જો આ વાતથી સંતુષ્ટ થાય તો મહિલાને દીક્ષા આપવામાં આવે છે. ઘર-પરિવાર અને પૂર્વ જીવનની તપાસ...

નવરાત્રિ : ઉપાસના અને ઉપવાસનું પર્વ

13/10/2018 00:10

નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે....

સાધન-સિદ્ઘિ મેળવવાના દિવસો એટલે નવરાત્રિ

13/10/2018 00:10

નવરાત્રિ એટલે મા દુર્ગાનું અનુષ્ઠાન કરવાનો સમય. આનંદ, શ્રધ્ધા, વિશ્વાસથી શાસ્ત્રોક્ત વિધિથી, યંત્રથી, મંત્રો દ્વારા નવરૃપોને યાદ કરવાના અને સાધન-સિધ્ધિ મેળવવાના દિવસો એટલે નવરાત્રિ. દુર્ગેસ્મૃતા હરસિભિતીમશેષ જન્તોઃ સ્વસ્યૈ સ્મૃતા મતીમતીવશુંભાં દદાતિ । દ્વારિદય દુઃખ ભયહારિણી કાંત્વદન્યા સર્વોપકાર કરણાય સદ્રાક્ષ્ચિત્તા ।। હે મા દુર્ગા! સંકટમાં તમારું સ્મરણ કરવાથી તમે પ્રાણીઓ...

આવો નવરાત્રિને સાચા અર્થમાં ઉજવીએ

13/10/2018 00:10

શરદઋતુના આગમન સાથે સમગ્ર ભારતવર્ષમાં નવ દિવસ માટે નવરાત્રીના પવિત્ર પર્વની અનેક રીતે ઉજવણી થાય છે. આ પર્વ દરમ્યાન વિશેષ દેવીઓની આરાધનાનો મહિમા છે. જગતજનની શક્તિ સ્વરૃપા જગદંબા, જ્ઞાાનની દેવી શ્રી સરસ્વતી તેમજ ધન-સંપદાની દેવી શ્રી લક્ષ્મીની ઉપાસનનું આ પર્વમાં વિશેષ મહત્વ છે. તેમાં પણ શિવશક્તિ સ્વરૃપ મા દુર્ગા, મા કાળી, મા અંબા, મા બહુચરા, મા ચામુંડા, મા ખોડિયાર, મા કાત્યાયિની...

નવલી નવરાત્રિ

06/10/2018 00:10

ભારતીય પરંપરા અનુસાર વર્ષ દરમ્યાન ચાર નવરાત્રિ આવે છે. આ ચારેય નવરાત્રિ દરમ્યાન માના ભક્તો એટલે કે શક્તિ આરાધકો તથા અન્ય ઉપાસકો નવરાત્રિને પોતાને સાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણીને પોતાની ઇચ્છિત સાધના કરતાં હોય છે. આ ચારેય નવરાત્રિ જોઇએ તો અનુક્રમે પોષમાં શાકંભરી, ચૈત્રમાં વાસંતી, ભાદરવામાં રામદેવપીરના નોરતા અને આસોમાં શારદીય નવરાત્રિ. આ તમામ નવરાત્રિમાં ચૈત્રી તથા શારદીય નવરાત્રિન...

સંત શ્રી જલારામ બાપાનો ઇતિહાસ

06/10/2018 00:10

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર ૧૪, ૧૭૯૯) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું ...

અહીં શિવના દર્શન કર્યા બાદ કોઇ જીવિત પરત નથી આવતું, રહસ્યમયી છે ગુફા

06/10/2018 00:10

ભગવાન શિવ સાથે જોડાયેલા તીર્થોની વાત થાય ત્યારે સામાન્ય રીતે કેદારનાથ અને અમરનાથનું નામ સૌથી પહેલા તમને યાદ આવશે, પરંતુ શું તમે જાણો છો કે અમરનાથની ગુફામાં જ નહીં, શિવ અન્ય એક ગુફામાં પણ રહે છે. જી હાં, અમરનાથ પહેલા એક અન્ય શિવ ગુફા છે, જેમાં ભગવાન શિવ સહપરિવાર વિરાજે છે તેવી ધાર્મિક માન્યતા છે. જાણો કોઇ છે આ ગુફા અને તેનું શું ખાસ મહત્વ છે....