Sardar Gurjari

રવિવાર, તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯, મહા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૨૪૦

મુખ્ય સમાચાર :

શું ખરેખર એલિયન્સ પ્રાચીન સમયમાં પૃથ્વી પર આવ્યા હતાં?

10/01/2019 00:01

માનવજાતનાં ઇતિહાસનાં આરંભથી જ મનુષ્ય જેની તેને સમજ આવતી નથી તે બાબતોને તર્કથી સમજાવવાનો પ્રયાસ કરતો રહે છે અને જે બાબત તેની સમજમાં આવતી નથી તેને પરમેશ્વર, શેતાન, આત્મા, અસુરો અને પરગ્રહવાસીઓ સાથે સાંકળવાનો પ્રયાસ કરતો રહે છે.હાલમાં એક સર્વે કરાયો હતો જેમાં બહાર આવ્યું હતું કે ચારમાંથી એક અમેૅરિકન માને છે કે તેમણે યુએફઓનો સામનો કર્યો હતો જે અન્ય દુનિયામાંથી અહી આવ્યા હતા.કેટલાક ...

૨૧મી સદીના સંશોધન

03/01/2019 00:01

હાલમાં આપણે સંચારક્રાંતિનાં યુગમાં જીવી રહ્યાં છીએ અને આગામી સમયગાળામાં વિજ્ઞાાનની ક્રાંતિ અલગ જ પરિવેશનું નિર્માણ કરશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. એક સમયે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા મહિનાઓનો સમય લાગી જતો હતો આજે આપણે સુપરસોનિક વિમાનો જોઇ રહ્યાં છીએ અને આગામી સમયમાં તેના કરતા પણ વધારે ઝડપી વાહનો બનશે તેમાં શંકાને સ્થાન નથી ત્યારે એકવીસમી સદીમાં કેવા સંશોધનો થશે તેની એ...

વિજ્ઞાન જગતની શોધ અને તેના અસલ સંશોધકો

27/12/2018 00:12

વાત જ્યારે સંશોધનની આવે છે ખાસ કરીને માનવજાત માટે ક્રાંતિકારી બની રહેનાર શોધોની ત્યારે એવું બન્યુ છે કે પાયાની શોધ કોઇ અજાણ્યા સંશોધક દ્વારા કરાઇ હોય અને તેના પર કામ કરીને તેની ક્રેડિટ બીજા કોઇને જ મળી છે.દા.ત. આજે આપણાં ઘરને જગમગાવતા લાઇટ બલ્બની વાત આવે ત્યારે આ શોધ થોમસ એડિસનનનાં નામે બોલે છે અને આપણને પણ આ જ બાબત ભણાવવામાં આવે છે પણ તે વાત ખોટી છે કારણકે લાઇટ બલ્બનો મુળ આઇડિ...

પૃથ્વીના પટ પર વસતા જીવો પૈકી સૌથી હોંશિયાર કોણ?

20/12/2018 00:12

જીવસૃષ્ટિમાં ઘણા બધા પ્રાણીઓ એવા છે જે વિવિધ ક્રિયાઓ કરવા માટે માનવીની જેમ જ પોતાનું મગજ વાપરે છે. જેમ કે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે નવા રસ્તાઓ શોધવા, આસપાસની પરિસ્થિતિ વિષે જાગૃક રહેવું, બીજા સજીવો પ્રત્યે સંવેદના દર્શાવવી અને જરૃર પડયે ઓજારોનો ઉપયોગ કરવો વગેરે. (દા.ત. પક્ષીઓ દ્વારા તણખલા અને બીજા કેટલાક પદાર્થો વડે માળો બનાવવાની ક્રિયા) જો આ બધી બાબતને ...

ઔદ્યોગિક ક્રાંતિને સાકાર કરનારા મહાન વૈજ્ઞાનિક

13/12/2018 00:12

ઔદ્યોગિક ક્રાંતિ માનવજાતનાં ઇતિહાસમાં એક મહત્વપુર્ણ માઇલસ્ટોન સાબિત થઇ છે જેણે માનવીની રહેણીકરણીથી માંડીને તેના તમામ જીવનને આમુળ બદલી નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ આમ તો અઢારમી સદીમાં બ્રિટનમાં થયો હતો જે ત્યારબાદ સમગ્ર વિશ્વમાં વ્યાપી જવા પામી હતી.આ ક્રાંતિનાં પાયામાં જે વાત હતી તે હતી સંશોધન.જેણે મોટાભાગનાં ક્ષેત્રમાં નવી શોધોને જન્મ આપ્યો હતો.રિચ...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરાજનક બની રહેશે

06/12/2018 00:12

માનવજાતનાં ઇતિહાસમાં માણસે બે પગે ચાલવાનું શીખ્યુ તે તેનો પહેલો ઐતિહાસિક પડાવ હતો ત્યારબાદ તેણે આગની શોધ કરી અને શિકાર માટે હથિયારોનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો.ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિએ ફરી એકવાર માનવજાતને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જેમાં રેલવેથી માંડીને સુપરસોનિક વિમાનોની શોધે માનવજાતને ઢગલાબંધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.કોમ્પ્યુટરની શોધ એવી જ ક્રાંતિકારી શોધ હતી જે હાલમા...

પ્રાચીન સમયની ટેક્નોલોજી

29/11/2018 00:11

આજે આપણે ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ અને એક થી એક અદ્યતન ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ યાદ રાખવા જેવી વાત છે કે આ ટેકનોલોજી આપણે સીધેસીધી મળી નથી તે ધીરે ધીરે આવિષ્કાર પામતી ગઇ છે અને આજે આપણને આ સ્વરૃપે પ્રાપ્ત થઇ છે.હાલમાં થયેલી કેટલીક શોધ એ પ્રાચીન ટેકનોલોજી પર પ્રકાશ પાડે છે અને કેટલાક ખુટતા ઉત્તરો આપનાર બની રહી છે.દક્ષિણ ટસ્કનીમાં પોગેટી વિચી ખાતે થર્મલ બાથ માટે ખોદકા...

બ્રહ્માંડની અજબગજબની માયાજાળ

22/11/2018 00:11

આપણે ગીતામાં કે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે બ્રહ્માંડનો એક દિવસ એટલે આટલા યુગ અને બ્રહ્માંડનું એક વર્ષ એટલે આટલા મહાયુગ, ત્યારે આપણને નવાઇ લાગે કે શું આ શક્ય છે? પરંતુ આપણા બ્રહ્માંડની જ વાત કરીએ તો તેમાં આવું જગ્યાએ જગ્યાએ દેખાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ લાંબા-ટૂંકા દિવસો અને વર્ષો હોય છે. શુક્રનો એક એક દિવસ પૃથ્વીના ૨૪૨ દિવસ બરાબર થાય છે અને તેનું એક વર્ષ પૃથ્વીના ૨૨૪ દિવસ...