Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

ચામડીના સામાન્ય દર્દો અને આયુર્વેદ

19/12/2018 00:12

ચામડીમાં થતી વિવિધ બિમારી વ્યક્તિને હેરાન-પરેશાન કરી મૂકતી હોય છે. શરીર ઉપર આવતી ખંજવાળ બેચેન બનાવી દેતી હોય છે. અને તેને માટે લેવાતી દવાઓમાં કેટલીક દવાઓ નવા ગંભીર રોગોને આમંત્રણ આપતી હોય છે. તેથી ચામડીનાં સામાન્ય દર્દો માટે પણ સમયસર ચેતીને તે માટે ઝડપથી ઉપચાર ચાલુ કરવા જોઇએ.ચામડીનું જતન કરવાથી અને તેને સ્વચ્છ રાખવાથી તેની ઉપરનાં છિદ્રો ખુલ્લાં રહે છે. તેથી પરસેવા વાટે શરીરનો લ...

વજન ઘટાડવાની સર્જરીથી કેટલી અપેક્ષા રાખવી જોઇએ?

19/12/2018 00:12

વજન ઘટાડવાની સર્જરીના પ્રથમ પ્રકારમાં અમાશયનો આકાર ઘટાડવામાં આવે છે જેથી કરીને તેમાં ઓછી માત્રામાં ભોજન સમાઇ શકે અને સમયાંતરે દરદીનું વજન ઘટી જાય. બીજા પ્રકારની સર્જરીમાં ભોજનમાંથી પ્રાપ્ત કેલોરી અને પૌષ્ટિક તત્વોમાંતી કેટલાકને ડાઇજેસ્ટિવ સિસ્ટમમાં જમા થતાં રોકી દેવામાં આવે છે. કેટલાક દરદીઓ માટે આ બન્ને પ્રકારે વજન ઘટાડવા માટે સર્જરી કરવામાં આવે છે....

દૂર કરો હૃદયના વાલ્વની ક્ષતિ

19/12/2018 00:12

જે રીતે આપણા શરીરના દરેક અંગોની ભિન્ન ભિન્ન કાય ર્પ્રણાલી અને પ્રક્રિયાઓ છે, તેવી જ રીતે માનવ હૃદયના દરેક ભાગની પણ પોતાની એક પ્રક્રિયા છે. આપણા હૃદયમાં વાલ્વ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હૃદયની દિવાલોથી જોડાયેલ આ કાગળ જેવા પાતળા પારદર્શક પડ સતત ખોલ-બંધ થતા રહે છે, જે રક્ત પ્રવાહનું નિયમન કરે છે. પરિણામે હૃદયમાં ધબકારા ઉત્પન્ન થાય છે. વાલ્વનું કાર્ય હૃદયમાં ચાર માઇટ્રલ વાલ્વ, ટ્...

શિયાળામાં ત્વચાની કાળજી રાખશો

19/12/2018 00:12

શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટવાથી શુષ્કતા વધે છે. શુષ્કતાને કારણે ત્વચા અને આંખ સૂકાય છે. હોઠ ફાટે છે, હાથ - પગમાં ચીરા પડે છે. ડ્રાયસ્કિન ડિસઓર્ડર ધરાવનારને તો શિયાળામાં વધુ તકલીફ થાય છે. ત્વચાના ઘણા સ્તર હોય છે. છેલ્લા સ્તરને સ્ટ્રેટમ કોર્નિયા કહેવામાં આવે છે. આ સ્તરમાં મૃતકોષો હોય છે અને તે સાથે જ આ સ્તર નીચે રહેલા જીવંત કોષો દ્વારા ઉત્પન થતું કુદરતી તેલ હોય છે. આ...

વધતી ઉંમર સાથે શિયાળામાં રહો સતર્ક, આ બીમારીઓમાં સાવધાની અવશ્ય રાખો

12/12/2018 00:12

ઉંમર વધવાની સાથે વૃદ્ઘ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિઓ સીમિત થઇ જાય છે જેનાથી તેમને કબજિાત અને ગેસ્ટ્રોસાઇટિસ જેવી સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. તેનાથી બચવા માટે તેમણે પોતાના આહારમાં લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત ચીજો જેમ કે કઠોળ, ઓટ્સ વગેરેને પ્રાધાન્ય આપવું જોઇએ. વૃદ્ઘોના નબળા શરીરને ઠંડીના પ્રહારનો સામનો કરવામાં ઘણી પરેશાની થાય છે. તેથી આ ઋ...

૨૦થી ૫૦ વર્ષની ઉંમરમાં વધી રહી છે પાઇલ્સની સમસ્યા, કારણ અને નિદાન વિશે જાણો

12/12/2018 00:12

બદલાતી જીવનશૈલી, ફાસ્ટ ફૂડનું સેવન અને તણાવથી કબજિયાતની ફરિયાદ વધી છે. તેનાથી ૩૦થી ૩૫ વર્ષની ઉંમરમાં જ પાઇલ્સની સમસ્યા થવા લાગી છે. આ બીમારીને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી, અનેક વખત શરમને કારણે પણ દરદી ડોક્ટરને મળવા નથી જતા. તેનાથી ધીમે-ધીમે સમસ્યા વધે છે.સવારે ફ્રેશ (શૌચ જવુ) થયા બાદ રક્તસ્ત્રાવ અને અસહનીય દુખાવો થાય છે. તેનાથી લોકોનું કામ પણ પ્રભાવિત થઇ રહ્યું છે. એક અનુમાન ...

સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસમાં આયુર્વેદિક ઉપચાર

12/12/2018 00:12

આપણી આસ-પાસ ઘણાં લોકોને આપણે ગળે પટ્ટો બાંધીને ફરતાં જોઇએ છીએ. આ હાર્ડ બેલ્ટથી તેમની ડોકની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે. સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસનાં દર્દીઓએ આ બેલ્ટ બાંધવો પડે છે. પરંતુ બેલ્ટ એ કોઇ દવા નથી.ગળા ઉપર બેલ્ટ બાંધવાથી ડોકની મુવમેન્ટ ઘટે છે. પરિણામે ડોકમાં થતો દુઃખાવો થોડો ઘટાડી શકાય છે, પરંતુ આ રોગને મટાડવા તો અન્ય ઉપચાર કરવા જ રહ્યા. માત્ર શરીરમાં ડોકનાં ટટ્ટા...

ઓપન હાર્ટ સર્જરી વિના હવે વાલ્વ રિપેર શક્ય

12/12/2018 00:12

ભારતમાં આ પહેલી વાર છે જ્યારે એક ૬૯ વર્ષીય દરદીના હાર્ટ વાલ્વની મરમ્મત મિટ્રાક્લિપની મદદથી કેથેટર આધારિત પ્રક્રિયાથી કરવામાં આવી. દરદીને વારંવાર હાર્ટફેલિયરની ફરિયાદ હતી અને આ મામલે હાર્ટ સર્જરી કરાવવાનું અશક્ય હતું. દરદીની ૧૩ વર્ષ પહેલા બાયપાસ સર્જરી થઇ ચૂકી હતી અને તાજેતરમાં જ તેમનું હાર્ટ ફૂલવા લાગ્યું હતું. આવું વાલ્વમાં લીકેજને કારણે થઇ રહ્યું હતું. આવા દરદીઓના મામલે વાલ્વ...

શિયાળામાં ખાસ ખાઓ અંજીર

05/12/2018 00:12

મોટા ભાગે ડ્રાયફ્્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જ યાદ આવે. જોકે અંજીર જેવો સૂકો મેવો બહુ ઓછા લોકો ખાય છે. શિયાળામાં બાળકોને અંજીર ખવડાવવાથી તેમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. એના ફાયદા જાણીશું તો કદાચ ભલે ગમેએટલાં મોંઘાં અંજીર હોય, ખાવાનું મન જરૃર થશે....

કિડનીની તપાસ ક્યારે જરૂરી બને છે?

05/12/2018 00:12

કિડની રોગના સામાન્ય લક્ષણો - પગ અને મોં પર સોજા આવવા - ભૂખ ઓછી થઇ જવી - વારંવાર ડાયાબિટીસ ઘટી જવો - ઊલટી-ઊબકા આવવાં - થોડું કામ કરતાં પણ થાકી જવું - ચાલતા કે ઊંઘમાં શ્વાસ ચઢવો - પેશાબ ઓછો અને ધાર ધીમી થવી - કેટલાક કિસ્સામાં ઉપરોક્ત લક્ષણો દેખાતા નથી. માત્ર લોહી-પેશાબની તપાસથી જવાબ આવી શકે છે...