Sardar Gurjari

રવિવાર, તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯, મહા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૨૪૦

મુખ્ય સમાચાર :

માલ્યાએ બ્રિટન હાઇકોર્ટમાં પ્રત્યાર્પણ આદેશ વિરૂદ્ઘ અપીલ કરવાની મંજૂરી માગી

16/02/2019 00:02 AM

વિજય માલ્યાએ બ્રિટનની હાઇકોર્ટમાં અપીલ કરી બ્રિટનના ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રત્યાર્પણ આદેશ વિરૂદ્ઘ અપીલ કરવાની મંજૂરી માગી છે. માલ્યા ભારતમાં બેન્કોની લગભગ રૂા. ૯ હજાર કરોડની લોન જાણીજોઇને ન ચૂકવવા બદલ વોન્ટેડ છે. બ્રિટનમાં માલ્યા વિરૂદ્ઘ પ્રત્યાર્પણ વોરંટ જારી કરવામાં આવી ચૂક્યું છે અને હાલ તે જામીન પર બહાર છે....

દિક્ષણ ચીન સાગરમાં બે અમેરિકી વહાણ ઘૂસી આવતા ચીન લાલઘૂમ

13/02/2019 00:02 AM

દિક્ષણ ચીન સાગરમાં અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. સોમવારે ફરી એક વખત દિક્ષણ ચીન સાગરમાં બે અમેરિકી યુદ્ઘ જહાજ પ્રવેશી ગયા હતાં જેની જાણ થતાં જ ચીની નૌકાદળે તેમને અટકાવ્યા હતાં. ત્યારબાદ અમેરિકી વહાણો પર શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને તેમને ચેતવણી આપી કે ફરીથી તેમના વિસ્તારમાં ન પ્રવેશે. ત્યારબાદ અમેરિકી વહાણોને જવા દીધા. બાદમાં ચીન તરફથી અમેરિકાને આક...

વિવાદનો અંત : મેક્સિકો દીવાલ બનાવવા ૧.૪ અબજ ડોલરનું ભંડોળ આપવા સાંસદો સહમત

13/02/2019 00:02 AM

અમેરિકામાં ફરી સરકારી કચેરીઓમાં શટડાઉનને રોકવા અને અમેરિકા મેક્સિકો સરહદે દીવાલનું નિર્માણ કરવા માટે અમેરિકી સાંસદો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સોમવારે રાત્રે થયેલી આ સમજૂતી અંતર્ગત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દીવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ મળશે. સંસદમાં મળેલી સહમતિ મુજબ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી કોઈપણ કારણસર સરકારી કામકાજ ઠપ નથી થવા દેવા ઈચ્છતી. જેને પગલે તેમને દિવાલ નિર્મ...

અબુધાબીએ અદાલતી કામકાજમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો ઉમેરો કર્યો

11/02/2019 00:02 AM

અબુ ધાબીમાં કોર્ટના કામકાજોમાં હવેથી હિન્દી ત્રીજી સત્તાવાર ભાષા બની છે. ન્યાય મેળવવાની પદ્ધતિને સુધારવાના પ્રયાસના ભાગરૃપે શાસકોએ આ નિર્ણય લીધો છે. હવેથી વિદેશી નાગરિકો હિન્દી ભાષામાં પણ એમના દાવા નોંધાવી શકશે અને ફરિયાદો કરી શકશે. ભારતમાંથી ઘણા હિન્દીભાષીઓ અને હિન્દી ભાષા જાણતા લોકો સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં કામ-ધંધો કરે છે. આવા કામદારો શ્રમિક કાયદાઓમાં હવેથી હિન્દી ભાષાનો...