Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :

દિલ્હીમાં સૌથી મોટા પુરનો ખતરો : યમુનાએ ભયજનક સપાટી વટાવી

20/08/2019 00:08 AM

હિમાચલ પ્રદેશમાં ૭૦ વર્ષમાં સૌથી ભીષણ પૂર અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આભ ફાટતા નદીઓમાં પૂર આવતા તબાહીના ભયંકર દ્રશ્યો સર્જાયા છે. આ રાજ્યોના વરસાદની અસર હવે રાજધાની દિલ્હી પર પણ પડવાની આશંકા છે. યમુનાની જળસપાટી વધતા હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી રવિવારના રોજ ૮.૭૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. યમુનામાં આટલું પાણી અત્યાર સુધીમાં કયારેય આટલું પાણી છોડાયું નહોતું. ૧૯૭૮મા યમુનામાં...

જમ્મુ-કાશ્મીર : પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા ગિલાનીનું ઈન્ટરનેટ ચાલુ હતું

20/08/2019 00:08 AM

જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની ટ્વીટ કરી રહ્યા હતાં. આ મામલામાં બે બીએસએનએલ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓ પર ગિલાનીને ઇન્ટરનેટ એક્સેસ આપ્યું હોવાનો આરોપ છે....

ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે સીબીઆઇને તપાસ માટે વધુ બે સપ્તાહનો સમય આપ્યો

20/08/2019 00:08 AM

સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા સંબંધિત કેસની તપાસ પૂરી કરવા માટે ઝ્રમ્ૈંને બે અઠવાડિયાનો વધારે સમય આપ્યો છે. આ સિવાય કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વકીલને ૫ લાખ રૃપિયા આપવાનું કહ્યુ છે....

મહારાષ્ટ્રના ધુલે નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત : ૧૫ના મોત

20/08/2019 00:08 AM

મહારાષ્ટ્રના ધુલે નજીક એક એસટી બસને અકસ્માત નડયો હતો. બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫ લોકોના મોત અને ૩૫ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૃ કરી હતી....

૧૪ દિવસ બાદ કાશ્મીર ઘાટીમાં શાળાઓ ફરીથી ધમધમી

20/08/2019 00:08 AM

જ્મ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારૃપે બંધ કરવામાં આવેલી કાશ્મીર ખીણની તમામ સ્કૂલો આજે ખુલી ગઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે ૧૯૦ સ્કૂલોને ખોલી દેવામાં આવી છે. કલમ ૩૭૦ને દૂર કરવામા ંઆવે તે પહેલા શ્રીનગરમાં પ્રાઇમરી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આજે તમામ સ્કૂલો ખુલી ગઇ છે. કોઇ પણ અવ્યવસ્થાને ટાળવા માટે સેના સહિત અન્ય સુરક્ષા દળોને ૨૪ કલાક ગોઠ...

પૂર્વ સાંસદોને ૭ દિવસમાં સરકારી બંગલા ખાલી કરવા કેન્દ્રનું અલ્ટીમેટમ

20/08/2019 00:08 AM

પૂર્વ સાંસદોને એક અઠવાડિયામાં સરકારી બંગલા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવાસ સમિતિના અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું કે તમામ પૂર્વ સાંસદોને સરકારી આવાસો ખાલી કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. અધિકારીઓને ત્રણ દિવસની અંદર આ આવાસોનો વીજ અને પાણી પુરવઠો બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે પૂર્વ સાંસદોને મોકલવામાં આવેલી પ્રથમ નોટિસની મુદત...

ન્યાયાધીશ બોબડે ગેરહાજર રહેતા અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ના થઇ

20/08/2019 00:08 AM

આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી થશે નહીં. પાંચ સભ્યોની સંવિધાન બેંચના સભ્ય ન્યાયાધીશ એસ બોબડ્ડેની ગેરહાજરીને કારણે આજે આ બેંચ સુનાવણી કરશે નહીં. જસ્ટિસ બોબડે બીમાર છે જેના કારણે તે આવી શક્યા નથી....

ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં હાહાકાર ૨૧ના મોત, ૬ જિલ્લામાં રેડ એલર્ટ પુર

19/08/2019 00:08 AM

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં પુરના કારણે ગામોના સંપર્ક કપાઈ ગયા છે. પુર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૧ લોકોના મોત થઇ ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો લાપત્તા હોવાના પણ અહેવાલ મળ્યા છે જો કે આને સમર્થન મળી રહ્યું નથી. રાજ્યના તમામ વિસ્તારોમાં ભેખડો ધસી પડવા અને નવેસરથી પુરના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ...

અયોધ્યામાં બને રામ મંદિર, પહેલી ઈંટ હું મુકીશ : બાબરના વંશજ

19/08/2019 00:08 AM

મોગલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ જફરના વંશજ યાકુબ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે....

દેશમાં પુર તાંડવ : ૧૦૬૦થી વધુના મોત થયા

19/08/2019 00:08 AM

દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ સહિતના ભાગોમાં મોતનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. પુરના કારણે હજુ સુધી આ મોનસુનમાં ૧૦૬૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષે એકંદરે પુરથી ૧૨૧૧ લોકોના મોત થયા હતા. આ વખતે ભારે વરસાદના પરિણામ સ્વર...