Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

અમદાવાદના પ્રેમીપંખીડાએ ઉત્કંઠેશ્વર વાત્રક કાંઠે ઝેર પી કર્યો આપઘાત

19/12/2018 00:12 AM

અમદાવાદના પરિણીત પ્રેમી પંખીડાએ સાથ જીએગેં સાથ મરેંગેના કોલ સાથે ઉત્કંઠેશ્વર વાત્રક નદી કિનારે આવેલા જંગલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં આંતરસુંબા પોલીસ ઘટના સ્થળે દોડી થઈ બંને લાશનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું યુવક - યુવતીના પરિવારજનો આવી પહોંચતા તેમને લાશ સોંપવામાં આવી હતી....

સાલોડમાં અગાઉના ઝઘડાની અદાવતમાં પથ્થરમારો : મકાન-બાઈકને નુકસાન

19/12/2018 00:12 AM

કપડવંજ તાલુકાના સાલોડમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી દેવીપૂજકના ટોળાએ પથ્થર મારો કરી મોટર સાયકલ તેમજ મકાનના બારી-બારણાંને નુકસાન કર્યું હતું. જ્યારે એક યુવતીને લાકડી મારતા ઈજા થઈ હતી....

લાડવેલ, છીપડી તેમજ ભઈજીપુરા રોડ પર થયેલા અકસ્માતમાં ચાર ઘાયલ

19/12/2018 00:12 AM

ખેડા જિલ્લામાં લાડવેલ ચોકડી, છીપડી ચાર રસ્તા તેમજ ચકલાસી ભઈજીપુરા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર જણાંને ઈજા થઈ હતી....

નડીઆદના છેતરપિંડીના ગુનાના આરોપીને બિલોદરા જેલમાં મોકલાયો

19/12/2018 00:12 AM

નડિયાદ તાલુકાના માંગરોલીમાં રહેતા મોતીસિંહ ભીમસિંહ ચૌહાણે રાજસ્થાનના ઉદેપુરના મહેન્દ્ર યોગેન્દ્ર પ્રસાદ કેસરી સહિત ચાર ઈસમો સામે પ્રવાસની સ્કીમના બહાને પ્રવાસ ફીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી....

કણજરીની પરિણીતા ગુમ થતાં ફરિયાદ

18/12/2018 00:12 AM

નડિયાદ તાલુકાના કણજરી ગામના ગોયા તળાવમાં રાકેશભાઈ અંબાલાલ વસાવા પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સંગીતાબેન (ઉંમર ૩૧ વર્ષ) ગત તા. ૮-૧૨-૧૮ની રાત્રીના દોઢ વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયેલ છે....

હેરંજમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલ હવાલે

18/12/2018 00:12 AM

મહુધા તાલુકાના હેરંજમાં રહેતા મહેશભાઈ જાયાભાઈ ચુનારાએ પત્ની ઉપર આડા સંબંધ હોવાની શંકા રાખી પત્ની રંજનબેન (ઉંમર ૩૧ વર્ષ)નું રાત્રી સમયે ગળું દબાવી મોત નીપજાવ્યું હતું....

નડિયાદનો શખ્સ ૨૫ લાખની છેતરપીંડી કરી છૂ થઇ જતા ફરીયાદ

18/12/2018 00:12 AM

નડિયાદ શહેરમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા નિરવકુમાર હર્ષદભાઇ પટેલ પાસેથી રીતેષ ઠાકર નામના શખ્સે યુક્તિપૂર્વક ૨૫ લાખ પડાવી છૂ મંતર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાને આજે છ માસ જેટલો સમય થયો હોવા છતા ફરિયાદીને તેના નાણા પરત નહી મળતા નડિયાદ ટાઉન પોલીસ મથકે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

ઉદેપુરના પ્રવાસની સ્કીમના સભ્યો બનાવી અઢી કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

18/12/2018 00:12 AM

રાજસ્થાનના ઉદેપુરના દંપતી સહિત ચાર ઈસમોએ નડિયાદ તાલુકાના માંઘરોલીના ઈસમને ઉદેપુરમાં ત્રણ દિવસના પ્રવાસ યોજનાની સ્કીમના એજન્ટ બનાવી સભ્યો પાસેથી રૂા. ૨.૪૯ કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર ઉદેપુરના મુખ્ય સુત્રધારને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે....

ખેડા જિલ્લામાં અકસ્માતના ૪ બનાવમાં ૭ મુસાફરો ઘવાયા

18/12/2018 00:12 AM

ખેડા જિલ્લામાં સાંગોલ નર્મદા કેનાલ નજીક, મહેમદાવાદ કચેરી દરવાજા, છીપડી તેમજ ખેડા ચીરીપાલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત જણાંને ઈજા થઈ હતી....

નાની સિલોડમાં જુગાર રમતા ૧૧ શખ્સો ૫૮ હજારની રોકડ સાથે ઝડપાયા

18/12/2018 00:12 AM

એલસીબી ખેડા પોલીસે નડિયાદ તાલુકાના નાની સીલોડ ગામેથી પત્તા પાનાનો જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડ, ૧૦ મોબાઈલ તેમજ ૩ મોટર સાયકલ મળી કુલ રૂા. ૧.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ઘરી હતી....