Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

એસ.ટી. વિભાગ દ્વારા ફાળવાયેલ ર૦૦ બસોના ૧પ લાખનું અમૂલનું લ્હેણું બાકી

22/10/2018 00:10 AM

આણંદ નજીકના મોગર સ્થિત અમૂલ ચોકલેટ પ્લાન્ટના ગત મહિને ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવ્યા હતા. આ પ્રસંગે ખેડા, આણંદ જિલ્લાના ગામોમાંથી લોકોને લાવવા, લઇ જવા માટે અમૂલ ડેરી, આણંદ દ્વારા એસટી વિભાગને પત્ર લખીને ર૦૦ બસની માંગણી કરવામાં આવી હતી. ૩૦ સપ્ટે.ના રોજ ફાળવેલ ર૦૦ બસોના ભાડાપેટે એસ.ટી. વિભાગને મળવાપાત્ર રૂ. ૧પ,૬ર,૪૦૬ હજી સુધી ન મળ્યાનો જવાબ એસટી વિભાગ દ્વારા ખે...

નડિયાદ : એપીએમસી સંચાલિત મોટી માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા નિયામકને રજુઆત

22/10/2018 00:10 AM

નડિયાદના શ્રી સંતરામ મંદિર પાસે આવેલ એપીએમસી સંચાલિત મોટી શાકમાર્કેટમાં ખેડૂતો, વેપારીઓ અને આવનાર ગ્રાહકો માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવા માંગ ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શાકભાજી લઇને આવતા ખેડુતો તેમજ સ્થાનિક બજારમાં માલ વેચતા વેપારીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ખેત બજાર અને અર્થતંત્ર નિયામકને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે....

ખેડા જિલ્લાના ખેડૂતો ચાલુ વર્ષે દોઢ કરોડ મણ ઉપરાંત ડાંગર પકવશેનો અંદાજ

21/10/2018 00:10 AM

ખેડા જિલ્લામાં હાલમાં ડાંગરની કાપણી પુરજોશમાં ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો હોવા છતાં આ વર્ષે ડાંગરનો ઉતારો ગત વર્ષની સરખામણીમાં સારો હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. વીઘે ૫૦થી ૬૦ મણનો ઉતારો નોંધાઈ રહ્યો છે....

વડતાલધામ સીડનીના પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

21/10/2018 00:10 AM

ઓસ્ટ્રેલિયાની રાજધાની સીડનીમાં વડતાલ તાબાના પ્રથમ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો. મહોત્સવમાં વડતાલશ્રી લ-મીનારાયણ દેવ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ વરિષ્ટ સંતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા બાદ મુખ્ય કોઠારી શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પૂર્વ કોઠારીશ્રી નિલકંઠચરણ સ્વામી, શ્રીરામકૃષ્ણ સ્વામી(ધોલેરા), ચેરમેન દેવપ્રકાશદાસ...

માતર જીઆઈડીસીમાંથી ફેલાતા પ્રદૂષણને અટકાવવા આવેદનપત્ર

21/10/2018 00:10 AM

માતર તેમજ આજુબાજુના પાંચથી સાત ગામના પ્રજાજનો માતર જીઆઈડીસી દ્વારા ફેલાતાં પ્રદૂષણને લઈ છેલ્લાં ઘણાં સમયથી મુશ્કેલીમાં હોવાનું તેમજ ઝેરી ગેસના કારણે જનઆરોગ્યને નુકસાન હોવાની વાત સાથે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને જાગૃતજનોએ કલેકટરને સંબોધીને લખેલ આવેદનપત્ર માતરના મામલતદારને આપ્યું હતું....

ડાકોરમાં ૩ કરોડના ખર્ચ નવ નિર્મીત અતિથીભવનનું ઉદ્ઘાટન

20/10/2018 00:10 AM

યાત્રાધામ ડાકોરમાં નવ નિર્મીત અતિથી ભવનનું રાજ્યના ડે.સીએમ નિતીનભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યાત્રાધામ ડાકોરમાં આ અધ્યતન સર્કિટ હાઉસ બન્યા બાદ યાત્રાળુઓ અને મહાનુંંભાવોને રોકાણ માટે સારી સુવીધા મળી રહેશે....

નડિયાદમાં ડેન્ગ્યુના વધુ બે દર્દીઓ નોંધાયા : આંકડો ૨૧એ પહોંચ્યો

19/10/2018 00:10 AM

નડિયાદમાં છેલ્લાં ૧૫-૨૦ દિવસથી માથુ ઊંચકેલા ડેન્ગ્યુના રોગમાં વધુ બે સપડાયા છે. જેથી શહેરમાં ડેન્ગ્યુના દર્દીનો આંક આઠ પર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં કુલ દર્દીઓનો આંક ૨૧ થયો છે. આમ નડિયાદ સહિત જિલ્લામાં માથુ ઉચકેલા આ રોગથી પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ પાલિકા શહેરમાં મચ્છર દૂર કરવા ફોગીંગ મશીનથી ધુમાડો કરે તેમજ દવા છંટકાવ કરે તેવી માંગ ઊઠવા પામી છે....

શસ્ત્ર પુજન કાર્યક્રમ દરમ્યાન મીસ ફાયર થતા એડિ. ચીફ એન્જિનીયર ઘાયલ

19/10/2018 00:10 AM

દશેરાના પર્વને લઇ સમગ્ર દેશ અને દુનિયામાં શસ્ત્ર પુજન કરવામાં આવતુ હોય છે. ત્યારે થર્મલ પાવર સ્ટેશન ખાતે રાખવામાં આવેલ શસ્ત્ર પુજનના કાર્યક્રમમાં અનિચ્છનીય ઘટના બનતા ભાગદોડ મચી હતી. શસ્ત્ર પુજન પુર્ણ થયા બાદ રાયફલથી ફાયરીંગ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે એડિ. ચીફ એન્જિનીયરની રાયફલમાંથી મીસ ફાયર થતા તેઓને પેટના જમણા ભાગે ગોળી વાગી હતી. જોકે શસ્ત્ર પુજનની વિધી દરમ્યાન ફાયરીંગ કર...

નડિયાદમાં ગુણવત્તાની ચકાસણી વગર ફાફડા-જલેબીનું ધુમ વેચાણ

19/10/2018 00:10 AM

નડીઆદમાં ગુણવત્તાની ચકાસણી વગર દશેરાના પર્વને લઈને ઠેર-ઠેર ફુટી નીકળેલી ફાફડા-જલેબીની હાટડીઓ ઉપર ધુમ વેચાણ કરાયું હતુ. નવાઈની વાત તો એ છે કે ખાદ્યપદાથોર્ેની ગુણવત્તાની ચકાસણી માટે નડિયાદ નગર પાલિકા પાસે એક પણ ફુડ ઇન્સપેક્ટર ન હોવાનું જાણવા મળી રહ્યું છે....

દશેરાના પર્વે નડિયાદમાં ૬૦ ફુટ ઊંચા રાવણનું દહન કરાયું

19/10/2018 00:10 AM

અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી. ભગવાન રામે રાવણનું દહન કર્યાની યાદમાં આજે પણ સમગ્ર દેશ દુનીયામાં દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવે છે. નડિયાદ શહેરમાં વર્ષોથી પંજાબી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે....