Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જીટોડીયા ખાતે બાળ પારાયણ

20/08/2019 00:08 AM

જીટોડીયામાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં ત્રિદિવસીય બાળ પારાયણનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરાવાણીનો ગ્રંથ વચનામૃત આધારિત કથામૃત વિવિધ સંવાદો તથા નૃત્ય અને વિડિયોનો સૌને લાભ આપવામાં આવ્યો હતો. પારાયણના અંતિમ દિવસે આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામી તથા આણંદ બાળ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય ગોપાળ સ્વામીએ પધારી આશીર્...

આણંદ જિલ્લા ક્ષેત્રની બેંક ઓફ બરોડા દ્વારા પરામર્શન શિબિર

20/08/2019 00:08 AM

બેંક ઓફ બરોડા એ સાર્વજનિક ક્ષેત્રમાં લોકભાગીદારી પૂરી પાડતી ભારતની બીજા નંબરની બેંક છે. આણંદ જિલ્લામાં બેન્ક ઓફ બરોડાના હાલમાં કાર્યરત વિવિધ શાખાના મેનેજરોની બે દિવસીય કાર્યશાળા તાજેતરમાં ઉમેટા ખાતે યોજાઈ હતી. જેમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને સીએલઓ અર્ચના પાંડે, બેંક ઓફ બરોડા આણંદ ક્ષેત્રના ઉપમહાપ્રબંધક અને ક્ષત્રિય પ્રમુખ આર.કે. પાટીલ, ઉપક્ષેત્રીય પ્રમુખ અરવિંદ વિમલ અને આ...

મધુવન ફાઉન્ડેશન દ્વારા ‘આપણા શહીદો’ વિષયે વક્તૃત્વ સ્પર્ધા

20/08/2019 00:08 AM

મધુવન ફાઉન્ડેશન દ્વારા સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ મુકામે ''આપણા શહીદો'' વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ૧૩ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન મધુવન ફાઉન્ડેશનનાં પ્રમુખ વિક્રમભાઈ જોગરાણા અને મધુવન ફાઉન્ડેશનના એજ્યુકેશન પ્રોજેક્ટ એડવાઈઝર ભાવનાબેન બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓએ જ...

બાકરોલ : સ્પેક એન્જિનીયરીંગના પ્રાધ્યાપકોની સિદ્ઘિ

20/08/2019 00:08 AM

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગના કોમ્પ્યૂટર વિભાગના વિભાગીય વડા પ્રો. ધવલ પટેલના નેતૃત્વ હેઠળ મિકેનિકલ વિભાગના પ્રો. નિકી પટેલ, ઈલેક્ટ્રિકલ વિભાગના પ્રો. અક્ષય પટેલ અને પ્રો. તોસીફ બાબુએ આઈ.આઈ.ટી. બોમ્બે (મુંબઈ) ખાતે ‘ધ નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ આઈ.સી.ટી.’ અંતર્ગત અને ભારત સરકારના એમ.એચ. આર. ડી. વિભાગ દ્વારા આયોજિત ઈ-યંત્ર વર્કશોપમાં ભાગ લ...

સિનિયર સિટિઝન્સ આણંદ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

20/08/2019 00:08 AM

સિનિયર સિટિઝન્સ આણંદ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ લાયન્સ હોલ ખાતે યોજાયો હતો. ગીતાબેન ભટ્ટ દ્વારા પ્રાર્થના બાદ મંગલદીપ પ્રગટાવી અધ્યક્ષ કિરીટભાઈ સોનીએ સૌને આવકાર્યા હતા. સુધીરભાઈ શાહે મહેમાનોનો પરિચય આપી મોમેન્ટ દ્વારા અતિથિઓનું સન્માન કરાયું હતું. આ સાથે ભોજન દાતાઓનું પણ મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. ઓગષ્ટ માસમાં જન્મદિન ધરાવતા સભ્યોને ભેટ આપી ત્રણ તાલીના માન સાથે ...

ત્રિપદા સંસ્કાર કેન્દ્ર બોરસદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

20/08/2019 00:08 AM

બોરસદની શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર પ્રા.શાળા બાલમંદિરમાં ૭૩મા સ્વતંત્રતાદિન ની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન વિધિ બોરસદના અરવિંદભાઈ મોતીભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. બોરસદના વાલીગણ, મહિલામંડળ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિપુલભાઈ પ્રજાપતિએ મહેમાનો નો પરિચય અને શાળાના મુખ્ય ટ્રસ્ટી હરીશભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું....

સ.પ. યુનિ. મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની નેશનલ કોન્ફરન્સ

19/08/2019 00:08 AM

વલ્લભ વિદ્યનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સિલિંગ સ્કીમ વિષય અંતર્ગત નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ શિરીષ કુલકર્ણી, અતિથિ વિશેષ ડો. મહિપતસિંહ ચાવડા (ઉપકુલપતિ મહારાજ કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર), સ્પેશ્યલ ગેસ્ટ પ્રો. આનંદકુમાર (અધ્યક્ષ, ઈન્ડિયન એકેડેમી ઓફ હેલ્થ સય...

લાયન્સ ક્લબ અમૂલ અને બ્રહ્માકુમારિઝ, આણંદના સંયુક્ત ઉપક્રમે સબ જેલ આણંદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

19/08/2019 00:08 AM

બ્રહ્માકુમારિઝ, સર્ચલાઈટ આણંદ સેન્ટર તથા લાયન્સ ક્લબ અમૂલના સંયુક્ત ઉપક્રમે સબ જેલ, આણંદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી બીકે ગીતાબેન, ક્લબના પ્રમુખ/ડિસ્ટ્રક્ટિ ચેરમેન મનોજ પરમાર, સેક્રેટરી રાજેન્દ્ર પારેખ, જેલર પી.જી.વાડજવાળા, બીકે દિપીકાબેન, બીકે શિલ્પાબેન તથા લાયન્સ પરિવાર અને બીકે પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મનોજ પરમારે લાયન્સ પરિવાર વતી સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધન...

રૂપારેલ પ્રા.શાળામાં તમાકુ વિરોધી ચિત્ર સ્પર્ધા

19/08/2019 00:08 AM

આણંદ તાલુકાની રૂપારેલ પ્રા. શાળામાં તમાકુ વિરોધી ચિત્ર સ્પર્ધા તથા શાળા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના મુ.શિ. એસ. એન. શાહ દરેક ડોક્ટરોનો પરિચય આપ્યો હતો તથા વ્યસન કરવાથી થતી તકલીફો વિશે સમજ આપી હતી. તમાકુ વિરોધી ચિત્ર સ્પર્ધા વિશે શાળાના મ.શિ. અલ્કેશભાઈ રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું....

સ્વાતંત્ર્ય પર્વે લહેરાયો રાષ્ટ્રધ્વજ : એસ.એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ, વિદ્યાનગર

19/08/2019 00:08 AM

ચારુતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી પ્રિન્સિપાલ ડો. ભાવના ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં કોલેજના સ્ટાફ તેમજ સ્ટુડન્ટોએ ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમનું સંચાલન ચાલુ વર્ષના વિદ્યાર્થી મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ તન્વી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું....