Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :

સુરત : રક્ષામંત્રી રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને આપી લીલીઝંડી

17/01/2020 00:01 AM

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી ૫૧મી વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજ...

ઉ.ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ

14/01/2020 00:01 AM

વાવાઝોડા, કમોસમી વરસાદ, માવઠા અને તીડોના આક્રમણ બાદ હવે ઊતરાયણ પર્વના આગલા દિવસે જ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના વાતાવરણમાં નોંધનીય પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો અને પંથકોમાં આજે કમોસમી વરસાદ અને માવઠા પડતાં ખેડૂતો સહિત સ્થાનિક લોકોની ઊતરાયણના પર્વની ઉજવણી બગડી હતી તો, ખેડૂતો રવિ પાકોમાં ગંભીર નુકસાનીને લઇ ફરી એકવાર બહુ મોટી ચિંતામા...

ગુજરાત : નશામાં ડ્રાઈવિંગથી મોતમાં ૧૧૦૦ ટકાનો વધારો

13/01/2020 00:01 AM

ગુજરાત ભલે એક ડ્રાઇવ સ્ટેટ તરીકે છે પરંતુ જો અકસ્માતમાં થયેલા મોતના સંદર્ભમાં કેન્દ્ર સરકારના આકડા પર વિશ્વાસ કરવામાં આવે તો એક વર્ષમાં ડ્રાઈવિંગ અન્ડર ઈન્ફ્લુઅંશના કારણે ગુજરાતમાં થનાર મોતની સંખ્યા બાર ગણી વધી ગઈ છે....

શિયાળુ પાકના સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી ૭૦ દિવસ સુધી પાણી અપાશે

13/01/2020 00:01 AM

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિયાળુ પાકના પિયતને લઈને આજે મહત્વની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતુ કે, શિયાળુ પાકના પિયતને લઇ રાજય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવશે. તેમણે નર્મદાની મુખ્ય કેનાલ અને પ્રાંત કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાકના પિયતને ૭૦ દિવસ સુધી પાણી અપાશે. સરકારની આ જાહેરાતને લઇ ખેડૂતોમાં પણ રાહતની લાગણી ફ...

૯૦ના દાયકામાં ગુજરાત કોમી રમખાણોથી ઓળખાતું હતું, આજે વિકાસથી ઓળખાય છે : શાહ

12/01/2020 00:01 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના પ્રવાસ પર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યાંથી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. તેમણે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે સાયબર ક્રાઈમને ટકાવતી 'આશ્વસ્ત' એપ્લિકેશનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર તેમણે કહ્યું કે, 'ગુજરાતમાં સાયબર ક્રાઈમથી પીડિતા લોકોને આ એપ્લિકેશન ખરા અર્થમાં આશ્વસ્ત કરશ...

કાળમુખો શનિવાર : ગુજરાતમાં જુદા-જુદા અકસ્માતોમાં ૨૦ના મોત

12/01/2020 00:01 AM

રાજ્યમાં ચારેય ઝોનમાં દુર્ઘટનાઓના બનાવો બન્યા હતાં. શનિવાર કાળમુખો બની રહ્યો હતો જેમાં ૨૦ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેમાં સવારે પાદરના ગવાસદની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં ૮ મજૂરોના મોત થયા હતાં.વિસાવદર નજીક લાલપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતા પાંચ મુસાફરો અને ડ્રાઇવર મળી ૬ના મોત થયા હતાં અને ૨૦ મુસાફરોને ઇજા થઇ હતી. દાહોદના કોળીમોવડી-લીમડી હાઇવે પર ટ્રક, બ...

CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં પસાર

11/01/2020 00:01 AM

ગુજરાત વિધાનસભામાં કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતિથી આજે પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ કાયદાથી કોઇ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અફવાઓ ફેલાવી દેશવાદીઓને ગેરમાર્ગે દોરવાની અને મતબેંકની રાજનીતિ કરી રહી ...