Sardar Gurjari

સોમવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૧૯, માગશર સુદ ૧૨, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :

આણંદ : લોનના હપ્તા બાબતે યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો

09/12/2019 00:12 AM

આણંદ શહેરના પરીખભુવનમાં આવેલી પોસ્ટલ કોલોનીમાં લોનના હપ્તાની રકમ લેવા માટે ગયેલા માતાના મિત્ર અને તેના પરિવારજનોએ યુવાનને માર મારીને ગળાના ભાગે ચપ્પુ મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે....

શાહપુરમાં ત્રાટકેલી તસ્કર ટોળી : એક મકાનમાંથી ૮૦ હજારના દાગીના ચોરી ફરાર

09/12/2019 00:12 AM

શિયાળાની કાતિલ ઠંડીનો પ્રારંભ થતા જ હવે તસ્કર ટોળી આણંદ જિલ્લામાં સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પેટલાદ તાલુકાના શાહપુર ગામે ત્રાટકીને તસ્કર ટોળીએ બે મકાનોને નિશાન બનાવીને એક મકાનમાંથી ૮૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે....

પેટલાદમાં પતંગ ઉડાડવાની બાબતે ઝઘડો એકને બાવળામાં ખંજર મારતાં ફરિયાદ

09/12/2019 00:12 AM

પેટલાદ શહેરના તાઈવાડામાં ગઈકાલે સાંજના સુમારે પતંગ ઉડાડવાની બાબતે નાના છોકરાઓમાં થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એકને ગડદાપાટુનો તેમજ બાવળાના ભાગે ખંજર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

૧ લાખના ચેક બાઉન્સ કેસમાં સામરખાના શખ્સને ૧ વર્ષની સજા

09/12/2019 00:12 AM

એક લાખના ચેક બાઉન્સ કેસમાં આણંદની અદાલતે સામરખાના શખ્સને તકશીરવાર ઠેરવીને એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો....

પાડગોલમાં વરલી મટકાનો જુગાર રમાડતાં ૧ ઝડપાયો, ૨ ફરાર

09/12/2019 00:12 AM

મહેળાવ પોલીસે આજે સવારના સુમારે પાડગોલ ગામે આવેલી દરગાહ નજીકની નળીમાં છાપો મારતાં વરલી મટકાનો જુગાર રમાડતો રામસીંગ લાખાભાઈ પરમાર (રે. સંજાયા)ઝડપાઈ જવા પામ્યો હતો....

આણંદમાં ભાણાનું મામેરું ભરવા આવેલા મામીનું ૫.૯૭ લાખની મત્તાનું પર્સ ચોરાયું

08/12/2019 00:12 AM

આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ફાયર સ્ટેશનની બાજુના નંદનવન પાર્ટીપ્લોટમાંથી આજે એક ભાણાનું મામેરું ભરવા માટે આવેલા મામીનું ૫.૯૭ લાખની મત્તાવાળું પર્સ ચોરાઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી છે....

પીપળીમાં અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં મોત

08/12/2019 00:12 AM

બોરસદ તાલુકાના પીપળી ગામની અભેટા સીમમાં ખેતમજૂરી કરીને ઘર તરફ જતા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી ચઢેલા વાહને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે....

દહેવાણ નજીક પીયાગોની ટક્કરે સાયકલ સવારનું મોત

08/12/2019 00:12 AM

દહેવાણ ભાદરણ રોડ ઉપર આવેલી છીણાપુરા ચોકડી નજીક નગોજી તળાવ પાસે ગત ૪થી તારીખના રોજ રાત્રીના સુમારે સાયકલ લઈને જતાં આધેડને પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી પીયાગો રીક્ષાએ ટક્કર મારતાં તેમનુ ંસારવાર દરમ્યાનો મોત થયું હતુ. આ અંગે ભાદરણ પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા પીયાગો ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

મહિલા કિલર ગેંગના ત્રણેય સભ્યો ૧૩ દિવસના રીમાન્ડ પર સોંપાયા

07/12/2019 00:12 AM

વીરસદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડેલી મહિલા કિલર ગેંગના ત્રણ સભ્યોને આજે બોરસદની કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે ૧૩ દિવસના પર સોંપવાનો હુકમ કર્યો હતો. રીમાન્ડ મળતાં જ પોલીસે ત્રણેયની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે જે દરમ્યાન બીજા પણ કેટલાક ગુનાઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે....

દલાપુરા પાસે પીયાગો રીક્ષા પલટી જતાં બાળકી સહિત મુસાફરો ઘાયલ

07/12/2019 00:12 AM

આણંદ-ભાલેજ રોડ ઉપર આવેલા દલાપુરા પાટીયા પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક પીયાગો રીક્ષા પલટી મારી જતાં એક બાળકી સહિત મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે પીયાગો ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે....