Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :

શ્રાવણના ત્રીજા સોમવારે ભાવિકજનો "શિવમય" : શિવાલયોમાં આકર્ષણરૂપ ફુલવાડી

20/08/2019 00:08 AM

પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં ઉઘાડ રહેતા ભાવિકજનો શિવમય બન્યાની ભીડ શિવાલયોમાં જોવા મળતી હતી. મેઘરાજાએ ખમૈયા કરતા શિવાલયોની બહાર બિલ્વ પત્ર, પુષ્પો સહિતનું વેચાણ કરનાર ફેરીયા, અનેક સ્થળોએ લોકમેળા જેવા માહોલમાં વિવિધ ચીજવસ્તુઓના વેચાણ અને દર્શનાર્થીઓની ઉમટતી ભીડના કારણે સમગ્ર માહોલ શિવમય બન્યાનું જોવા મળ્યું હતું....

આમરોલ: હરિજનોના મંદિર પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડથી ખળભળાટ

20/08/2019 00:08 AM

આંકલાવ તાલુકાના આમરોલમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજે હરિજનોએ પ્રવેશ કરવો નહિના મૂકાયેલા બોર્ડના પગલે ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો....

આણંદ : અક્ષર ફાર્મમાં 'વચનામૃત' પારાયણનો પ્રારંભ

20/08/2019 00:08 AM

પરબ્રહ્મ ભગવાન સ્વામીનારાયણના તેજના પ્રવાહરૂપ-અમૃત સમી વાણીનો અદભૂત ગ્રંથ ''વચનામૃત'' ઉપર સાત દિવસીય પારાયણનો આજે તા. ૧૯ ઓગસ્ટને સોમવારથી અક્ષર ફાર્મ,આણંદ ખાતે પ્રારંભ થયો છે. સાંજે ૬:૦૦ વાગ્યે પારાયણ પૂજન વિધિ શાસ્ત્રોક્ત વિધી-વિધાન મુજબ વિદ્વાન પુરોહિત ઘનશ્યામભાઈ શાસ્ત્રીએ પારાયણનો આરંભ કરાવ્યો હતો. દિપ પ્રાગટ્ય પ્રસંગેં જીસીએમએફના એમ.ડી. ડો. આર.એસ.સોઢી, સ.પ. યુનિ.ના વાઈસ ...

આણંદમાં કારનું સ્ટેયરીંગ લોક થઈ જતા વીજ પોલ સાથે અથડાઈને દુકાનના ઓટલા પર ચઢી ગઈ

20/08/2019 00:08 AM

આણંદ શહેરના મેફેર રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી કારનું સ્ટેરીંગ લોક થઈ જતાં કાર વીજ પોલ સાથે અથડાઈને દુકાનના ઓટલા પર ચઢી જવા પામી હતી. જો કે આ અકસ્માતમાં કારના ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો....

ઉમરેઠ નજીક ડુંગરીપુરા પાસે સ્કૂલ બસ કાંસમાં પલટી ગઈ

20/08/2019 00:08 AM

ઉમરેઠ નજીક આવેલા ડુંગરીપુરા પાસે આજે સવારના સુમારે વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહેલી ડાકોરની એક ખાનગી સ્કૂલની બસ પલટી મારીને કાંસમાં ખાબકી હતી. જો કે બસ ખાલી હોવાને કારણે મોટી ખુંવારી ટળવા પામી છે. જો કે આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી....

બોરસદમાં વાયરલ ઇન્ફેકશનના રોગચાળાએ માથું ઊંચકયું

20/08/2019 00:08 AM

બોરસદ શહેરમાં અગાઉ ધોધમાર વરસ્યા બાદ વરસાદે વિરામ લેતા વાયરલ ઈન્ફેકસનના કેસો વધી રહ્યા છે, જેના કારણે વાયરલનો રોગચાળો ફેલાયો હોવા પગલે આરોગ્ય કેન્દ્ર તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો થઈ આશરે ૫૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે....

અમૂલ ડેરી દ્વારા દુર્ગધયુકત પાણી કાંસમાં છોડાતા સ્થાનિકોનો હલ્લાબોલ

20/08/2019 00:08 AM

આણંદમાં તુલસી ગરનાળાની કામગીરી યેનકેન પ્રકારે વિલંબિત બની રહી છે. જેના કારણે સ્થાનિકોને હાલના વરસાદી માહોલમાં અવરજવરની ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. જાનના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને પણ સ્થાનિકો આવ-જા કરી રહ્યાનું જોવા મળે છે. સ્થાનિકોની હાલાકીમાં વધારો થાય તેવી પ્રવૃતિ અમૂલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરી દ્વારા દુર્ગધયુકત પાણી ગરનાળા નજીકના કાંસમાં છોડવાનું આયોજન ...

આણંદ : રાજોડ તલાવડી-તુલસી ગરનાળા રોડના ધોવાણથી જોખમી ખાડા

20/08/2019 00:08 AM

ચિખોદરા ઓવરબ્રીજ- રાજોડપુરાથી તુલસી ગરનાળા રોડ પરની રાજોડ તલાવડી તાજેતરમાં વરસાદના પગલે છલકાઇ હતી. જેથી નજીકમાં આવેલ ધર્મશ્વર મહાદેવ સહિતના રસ્તાઓ જળબંબાકાર બની ગયા હતા. આથી સ્થાનિકો સહિત ટૂંકા રસ્તે ચિખોદરા ઓવરબ્રીજ જનાર રાહદારી, વાહનચાલકોને પરેશાનીભરી સ્થિતિમાં મૂકાવવું પડયું હતું....

બોળ ચોથ પર્વના આરંભ સાથે સાતમ-આઠમના શ્રાવણી પર્વ ઉજવણીનો શ્રદ્વૈય માહોલ

20/08/2019 00:08 AM

આણંદ, ખેડા જિલ્લામાં ગામ,શહેરોમાં આજે સોમવારે બોળ ચોથ પર્વથી સાતમ-આઠમના શ્રાવણી પર્વની ઉજવણીનો ઉમંગભેર આરંભ કરાયો હતો. ઉત્સવો અને લોકમેળા એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેઘરાજાએ પણ ખમૈયા કર્યા હોવાથી શ્રાવણી પર્વ ઉજવણીનો ચોતરફ ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે....

બોરસદ : ખેડાસા દૂધ મંડળીમાં ઉચાપતના આક્ષેપ સાથે સભાસદોનો હોબાળો

20/08/2019 00:08 AM

બોરસદ તાલુકાના ખેડાસા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને સેક્રેટરી દ્વારા કથિતરૂપે કરાયેલી ઉચાપતના મામલે સભાસદોએ આજે હોબાળો મચાવ્યો હતો. ૧૦૦૦થી વધુ સભાસદોએ આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી દૂધ મંડળીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને બહાર લાવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે....