Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના બિન-કાયમી સભ્ય માટે આગામી મહિને ચૂંટણી યોજાશે
ભારત એશિયા-પ્રશાંત સીટથી એકલું દાવેદાર છે, અને ચીન-પાકસ્તિાન પણ સમર્થન કરી ચૂક્યુ હોય ભારતની એક બેઠક નશ્ચિતિ
31/05/2020 00:05 AM Send-Mail
સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સુરક્ષા પરિષદના પાંચ નોન-પર્મનન્ટ સભ્ય માટે જૂનમાં ચૂંટણી કરવાનો નર્ણિય લેવામાં આવ્યો છે. જેમાં ભારતની એક બેઠક નક્કી માનવામાં આવે છે, કારણ-કે એશિયા-પ્રશાંત સીટ માટે ભારત એકમાત્ર દાવેદાર છે.

૧૯૩ સભ્યવાળી મહાસભાએ કોરોના મહામારીને લીધે શુક્રવારે સંપૂર્ણ સભ્યોની બેઠક વગર ગુપ્ત મતદાન મારફતે ચૂંટણી કરાવવાનો નર્ણિય કરવામાં આવ્યો છે. આ નર્ણિય પ્રમાણે વર્ષ ૨૦૨૧-૨૨ના કાર્યકાળ માટે ૧૭ જૂનથી ચૂંટણી યોજવામાં આવશે. ભારતે પણ નોન-પર્મેનન્ટ સભ્યની એક બેઠક માટે ઉમેદવારી કરી છે અને આ બેઠક પર જીત પાકી માનવામાં આવે છે. સુરક્ષા પરિષદમાં નોન-પર્મનન્ટ સભ્ય માટે ૧૦ બેઠક ખાલી છે. પ્રત્યેક વર્ષે પાંચ બેઠક પર ચૂંટણી યોજાય છે. નોન-પર્મેનન્ટ સભ્યનો કાર્યકાળ બે વર્ષનો હોય છે.

ભારતની ઉમેદવારીને ચીન અને પાકસ્તિાન સહિત એશિયા-પ્રશાંત સમુહના ૫૫ સભ્યએ ગયા વર્ષે જૂનમાં સર્વસંમત્તિથી સમર્થન આપ્યું હતુ. મતદાન પધ્ધતિમાં પણ ફેરફારથી ભારતને કોઈ અસર નહીં થાય. પરંપરાગત રીતે સુરક્ષા પરિષદની ચૂંટણી મહાસભા હોલમાં યોજાય છે. જેમાં ૧૯૩ સભ્ય ગુપ્ત મતદાન કરે છે. હવે કોરોના મહામારીને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં મોટી બેઠકનું આયોજન જૂનના અંત ભાગ સુધી અટકાવવામાં આવ્યું છે. નવી મતદાન વ્યવસ્થા હેઠળ ચૂંટણી ૧૦ દિવસ સુધી ચાલશે.