Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
સેટેલાઇટ તસ્વીરથી મળ્યા સંકેત
સરહદ પર તણાવ વધ્યોભારત-ચીને સૈન્ય શક્તિ વધારી
ચીની સેના ગોગરા વસ્તિારમાં ઉપર તરફ વધવા લાગી છે : ભારતીય સેના પણ પૂર્ણ રીતે તૈયાર
31/05/2020 00:05 AM Send-Mail
એક તરફ ચીન લદ્દાખની સરહદ પર કોઇ પણ પ્રકારના તણાવનો ઇન્કાર કરી રહ્યું છે અને દાવો કરી રહ્યુ છે કે સ્થિતિ સામાન્ય છે તો બીજી તરફ પોતાની સરહદમાં સેનાની હાજરી અને સક્રિયતા બન્ને વધતા જઇ રહ્યાં છે. તાજેતરની સેટેલાઇટ તસવીરથી જાણવા મળી રહ્યું છે કે ગોગરા વસ્તિારમાં ચીને પોતાની સેના વધારી દીધી છે અને તે ઉપર તરફ વધવા લાગી છે. બીજી તરફ ભારત પણ પૂર્ણ રીતે તૈયાર છે અને ભારતીય સુરક્ષા દળો ચીનને જવાબ આપવા તૈયાર છે. લદ્દાખમાં ભારતે કરાવેલા નર્મિાણ કાર્યોથી ચીનના પેટમાં તેલ રેળાયું છે અને સેનાની સક્રિયતા વધારી રહ્યું છે.

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલસ્ટિ ડેટ્રફેસાએ તાજેતરમાં સેટેલાઇટ તસ્વીર જાહેર કરી છે. તે અનુસાર ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ પેંગોન્ગ અને ગોગરા વસ્તિારની એકદમ સામે પોઝિશન લઇ રાખી છે. તેને જોતા ભારતે અહીં પોતાની વર્તમાન સ્થિતિ કરતાં વધારે જવાનો તૈનાત કરી દીધા છે. બીજી તરફ પેંગોન્ગ સો માં બેસ એરિયાથી ચીની સૈનિકો ઉપરની તરફ આગળ વધી રહ્યાં છે. સંભાવના છે કે અહીં ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. ભારતના ગોગરા પોસ્ટની નજીક ચીનની પીએલએએ પોઝિશન પણ લીધી છે. અહીં મોટા પાયે સક્રિયતા જોવા મળી રહી છે.

આ પહેલા આજે જાહેર કરાયેલી તસ્વીરોમાં દાવો કરાયો હતો કે પીએલએ ભારતના ગોગરા બેસથી ૧૧ કિ.મી. ઉત્તર-પશ્ચિમ તરફ છે. તે અનુસાર અત્યાર સુધીની સૌથી મોટી યુનિટ છે જેમાં અનેક ટ્રકો છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે ચીનની સેના ભારતની સરહદમાં પ્રવેશી નથી જેવો કે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો. ભારતે સમયસર પોતાનૈ સૈનિકોને તૈનાત કરતાં તેનો પ્લાન નષ્ફિળ થઇ ગયો હતો.