Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
બીજા કાર્યકાળનો એક વર્ષ પૂર્ણ થવા નિમત્તિે મોદીનો જનતાને પત્ર
સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી : આપણે હવે આપણા પગ પર ઊભું થવું જ પડશે : મોદી
31/05/2020 00:05 AM Send-Mail
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ આજે શનિવારે પૂરૂ થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાના નામે પત્ર લખ્યો જેમાં તેમણે છેલ્લા ૧ વર્ષની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો. સાથે જ એ પણ કહ્યું કે એક વર્ષમાં લેવામાં આવેલા નર્ણિયો મોટા સપનાઓની ઉડાન છે.

વડાપ્રધાને પત્રમાં લખ્યું કે આજથી એક વર્ષ પહેલા ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાયો. દેશમાં દાયકાઓ બાદ પૂર્ણ બહુમતની કોઇ સરકારને સતત બીજી વખત જનતાએ જવાબદારી સોંપી હતી. આ અધ્યાય રચવામાં તમારી ઘણી જ મોટી ભૂમિકા રહી છે. અએવામાં આજનો દિવસ મારા માટે, અવસર છે તમને નમન કરવાનો, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રતિપોતાની આ નષ્ઠિાને પ્રણામ કરવાનો.

મોદીએ પત્રમાં લખ્યું કે જો સામાન્ય સ્થિતિ હોત તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો હોત, પરંતુ કોરોનાને કારણે જે પરસ્થિતિિઓ સર્જાઇ છે તેમાં આ પત્ર દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. વડાપ્રધાને કહ્યું કે, આજે સમયની માંગ છે કે આપણે આપણા પગ પર ઊભા રહેવું પડશે. પોતાના દમ પર જ ચાલવુ પડશે અને આ માટે એક જ માર્ગ છે આત્મનર્ભિર ભારત. તાજેતરમાં આત્મનર્ભિર ભારત અભિયાન માટે આપવામાં આવેલ ૨૦ લાખ કરોડનો પેકેજ આ દિશામાં ભરવામાં આવેલું પગલું છે. ભારત આયાત પર પોતાની નર્ભિરતા ઘટાડશે અને આત્મનર્ભિરતા તરફ આગળ વધશે. મોદીએ કહ્યું કે આપણે ઝડપથી આગળ વધી રહ્યા હતાં કે કોરોના વૈશ્વિક મહામારીએ ભારતને પણ ઘેરી લીધું. અનેક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે જ્યારે કોરોના ભારત પર હુમલો કરશે તો સમગ્ર વશ્વિ માટે સંકટ બની જશે. પરંતુ આજે તમે ભારતને જોવાની દૃષ્ટિ બદલી નાખી છે.