Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
નવા ૮૩૦૧ કેસ : ૨૦૫નાં મોત સાથે કુલ મૃતાંક ૫૧૮૫
ભારતમાં ૧.૮૧ લાખ કેસ : મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૪૪ પોલીસકર્મી પોઝિટિવ
૪૨૬૩ દર્દી સ્વસ્થ થતાં કુલ રિકવરી આંક ૮૬૮૯૬
31/05/2020 00:05 AM Send-Mail
ગુજરાત : ૨૪ કલાકમાં વધુ ૪૧૨ પોઝિટિવ કેસ, ૨૭નાં મોત : કુલ કેસ ૧૬૩૫૬ : મૃતાંક ૧૦૦૭
ચોથા તબક્કાના લોકડાઉનની પુર્ણાહૂતિમાં હવે ૨૪ કલાકનું અંતર બાકી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯ જિલ્લામાંથી વધુ ૪૧૨ રિપોર્ટ પોઝીટીવ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસો સોળ હજારને આંબીને ૧૬૩૫૬ થયો છે. જ્યારે અમદાવાદમાં ૨૪ અને ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણામાં ૧-૧ વ્યક્તિના મોત નીપજતાં મોતનો આંકડો ૧૦૦૭ થયો છે. રાજ્યમાં આજે વધુ ૬૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયા છે. આ સિવાય ૬૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાએ ગુજરાતમાં માઝા મુકી છે. ચોથા લોકડાઉનના અંત થવાના ૨૪ કલાક બાકી છે. ત્યારે આજરોજ રાજ્યમાં કુલ પોઝિટીવનો આંકડો ૧૬૩૫૬ થયો છે. આજે વધુ ૨૭ વ્યક્તિઓના મોત થતાં રાજ્યમાં મોતનો આંકડો ૧૦૦૭ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૦૫૭૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજની તારીખે ૨૫૩૮૪૫ વ્યક્તિઓને કોવેરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૪૫૭૦૧ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૮૧૪૪ વ્યક્તિોને ફેસીલીટી ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. ૧૬મી મેના રોજ સાજા થવાનો દર રાજ્યમાં ૩૯.૨૦ ટકા હતો જે આજરોજ વધીને ૫૬.૪૩ ટકા થયો છે. જે દેશના અન્ય રાજ્યોની એવરેજ ૪૭.૪૦ ટકા કરતા વધારે છે.

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર : ૨૮૪ પોઝિટિવ અને ૨૪નાં મોત
કોરોનાએ અમદાવાદમાં જિલ્લામાં અને ખાસ કરીને શહેરમાં ભારે આતંક મચાવ્યો છે. અમદાવાદ શહેરમાં ૨૪૮ સહિત જિલ્લાનો કુલ આંકડો ૨૮૪ થયો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૨૫૦ના આંકડા સાથે પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. આજે વધુ ૨૪ના મોત સાથે લોકડાઉન-૪ના અંતિમ ૨૪ કલાકમાં આંકડો ૮૦૦ને પાર કરી ૮૨૨ પર પહોંચ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ૨૮૪ દર્દીઓને કોરોના પોઝિટીવ આવતા આ આંકડો લોકડાઉન-૪ પુરુ થતા પહેલા ૧૨૦૦૦ને આબી જશે. આજે આ આંકડો ૧૧૮૮૧ થયો છે.

દેશભરમાં કુલ ૧.૮૧ લાખ સંક્રમિત થયા છે અને ૫૧૮૫ના મોત થયા છે. ૮૬૮૯૬ દર્દી સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪ પોલીસકર્મીઓ સંક્રમિત મળ્યા છે અને એક કર્મચારીનું મોત થવા પામ્યું છે. અત્યાર સુધી ૨૩૨૫ પોલીસકર્મીઓ કોરોના સંક્રમણની ઝપટમાં આવ્યા છે જે પૈકી ૨૬ના મોત થયા છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૪૦ કેસ સાથે આંકડો ૬૫ હજારને પાર પહોંચ્યો છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૯૯ મોત થયેલ છે.

રાજ્ય- નવા કુલ કેસ -કુલ મૃતાંક, મહારાષ્ટ્ર- ૨૯૪૦ -૬૫૧૬૮- ૨૧૯૭, તમિલનાડુ- ૯૩૮- ૨૧૧૮૪- ૧૬૩, દલ્હિી -૧૧૬૩- ૧૮૫૪૯- ૪૧૬, ગુજરાત- ૪૧૨- ૧૬૩૫૬- ૧૦૦૭, રાજસ્થાન- ૨૫૨ -૮૬૧૭- ૧૯૩, મધ્ય પ્રદેશ- ૨૪૬- ૭૮૯-૧ ૩૪૩, પ. બંગાળ- ૩૧૭- ૫૧૩-૦ ૩૦૯, આંધ્ર પ્રદેશ- ૧૩૧- ૩૪૬-૧ ૬૦, બિહાર -૨૦૬ -૩૫૬૫- ૨૧