Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
૮ જૂન પછી હોટલો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, ધાર્મિક સ્થળ શરતો સાથે ખૂલશે
કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી લંબાયુ લોકડાઉન
ત્રણ તબક્કામાં અપાશે છૂટછાટ : ફેઝ-૧માં ધાર્મિક સ્થળો અને ફેઝ-૨માં શાળા-કોલેજોનેે રાજ્ય સરકાર સાથે ચર્ચા મુજબ શરતી છૂટછાટ અપાશે : એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકાશે : રાત્રિના ૯થી સવારના ૫ વાગ્યા સુધી કરફ્યૂ
31/05/2020 00:05 AM Send-Mail
આ રીતે ૩ તબક્કામાં અપાશે છૂટછાટ...
પ્રથમ તબક્કો ૮ જૂનથી ૮ જૂનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી સોશિયલ ડસ્ટિન્સિંગનું પાલન થાય. બીજો તબક્કો જુલાઈમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ,કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા બાદ ખોલવામાં આવશે. રાજ્ય સરકારોને સંસ્થાઓ તેમજ વાલીઓ સાથે આ અંગે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. ત્રીજો તબક્કો આ નર્ણિય પછી લેવાશે અમુક ગતિવિધિઓ હજુ બંધ રહેશે. તેમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મોટા મેળાવડાઓનો સમાવેશ થાય છે. પરસ્થિતિિનું આકલન કર્યા બાદ ત્રીજા તબક્કામાં મંજૂરી અંગે જણાવવામાં આવશે.

ગુજરાતમાં વધુ છૂટછાટ સાથે કેન્દ્રની ગાઇડલાઇન પણ અમલવારી : ગુજરાત : સોમવારથી દુકાનો સાંજે ૭ સુધી : ખુલ્લી રાખી શકાશે,ઓડ-ઇવન ફોર્મ્યુલા બંધ : ટુ વ્હીલર પર બે સવારીને મંજૂરી, સમગ્ર રાજયમાં એસ.ટી અને સીટી બસ શરુ : રવિવાર સુધી હેલ્થ વિભાગ નવા કન્ટેઇનમેન્ટ ઝોન ફાઇનલ કરશે
કોરોના મહામારીના પગલે દેશમાં અત્યાર સુધીમાં લોકડાઉન ૧થી ૪નો તબકકાવાર અમલ કરાયો હતો. આવતીકાલે લોકડાઉન ૪ની અવધિ પૂર્ણ થવા સાથે વધુ છૂટછાટો સાથે કન્ટેઇનટમેન્ટ ઝોનમાં વધુ તકેદારી દાખવવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન જાહેર થયા બાદ ગુજરાત સરકારે અધિકારીઓ સાથે રાજયમાં મહામારીની સ્થિતિ અંગે વિચારણા કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અગ્ર અને વરષ્ઠિ સચિવો સાથે વિવિધ મુદ્દે છૂટછાટ અંગે આયોજન કરાયું હતું. ત્યારબાદ રાજયમાં અનલોક-૧માં અનેકો છૂટછાટો આપતી જાહેરાત કરવામાં આવી છે. તા. ૧ જૂનથી અમલી બનનાર અનલોક-૧માં સમગ્ર રાજયમાં ૬૦ ટકા બેઠક વ્યવસ્થા સાથે એસ.ટી.બસ સેવા દોડતી કરાશે. આ ઉપરાંત શહેરોમાં પ૦ ટકા કેપેસીટી સાથે ચાલુ કરાશે. હવે ટુ વ્હીલર પર બે વ્યકિતઓ સવારી કરી શકશે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે દરેક વ્યકિતએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. હાલ પૂરતી કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઇ છૂટછાટ જાહેર કરાઇ નથી. કદાચ આવતીકાલે જાહેરાત કરવામાં આવશેની સંભાવના છે. રાજયમાં દુકાનો ખોલવા માટેની ઓડ-ઇવન પદ્વતિ બંધ કરીને સોમવારથી તમામ દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. જો કે સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાત્રે ૯ કલાકેથી સવારે પ વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે. સોમવારથી બેન્કો અને સરકારી કચેરીઓના કામકાજો પણ પૂર્વવત ચાલુ થશેનું જાહેર કરાયું છે.

જેની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં કે લોકડાઉન ૪ પૂર્ણ થયા બાદ સરકાર તરફથી કેવી જાહેરાત કરવામાં આવશે. આજે સરકારે ગાઇડલાઇન જાહેર કરતાં લોકોની આતુરતાનો અંત આણ્યો હતો. સરકારે દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં ૧ જૂનથી ૩૦ જૂન સુધી લોકડાઉન જાહેર કરી દીધો છે. સરકાર દ્વારા આને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. લોકડાઉન ૫.માં કન્ટેનમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છૂટ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સ અનુસાર લોકડાઉન ત્રણ તબક્કામાં ખૂલશે. સરકારે પ્રથમ ફેઝમાં ૮ જૂનથી ધાર્મિક સ્થળો, હોટલ, સલૂન, રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે સરકારે શરતો સાથે ખોલવાની મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન ૪ની અવધિ આવતી કાલે ૩૧ મેના રોજ પૂરી થઇ રહી છે.

બીજા ફેઝની વાત કરીએ તો શાળા-કોલેજો ખોલવાનો નર્ણિય કેન્દ્ર સરકારે રાજ્યો પર છોડી દીધો છે. જુલાઇમાં રાજ્યો તેના પર નર્ણિય લેશે. રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ શાળા-કોલેજોને શરતી છૂટછાટ આપવામાં આવશે. બીજી તરફ દેશભરમાં રાત્રે ૯થી સવારના ૫ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. હાલ સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ છે. લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકશે. લોકોને હવે પાસ દેખાડવાની પણ જરૂર નહીં પડે. બીજી તરફ શોપિંગ મોલ્સ ખોલવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

હવે રાજ્ય સરકારોને વધારે શક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકારો જ નક્કી કરશે કે કઇ રીતે રાજ્યોમાં બસો અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે તો પ્રતિબંધો હટાવી લીધા છે પરંતુ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ લાગુ કરી શકે છે.