Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
આણંદ પી.જી. આર્ટ્સને આશ્રયે યોજાયેલ ઈન્કવીઝ અને નિબંધ લેખન સ્પર્ધા
31/05/2020 00:05 AM Send-Mail
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ પી.જી. સ્ટડીઝ ઈન આર્ટ્સને આશ્રયે ઈ. ક્વિઝ સ્પર્ધા અને નિબંધલેખન સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ‘રિસર્ચ મેથોડોલોજી એન્ડ સ્ટેટીસ્ટિકલ એનાલીસીસ’ વિષય પર યોજવામાં આવેલી ઈ. ક્વિઝમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ૧૬૬ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર, શિક્ષકો ગ્રંથપાલો વગેરેએ ભાગ લીધો હતો અને ૫૦ જેટલા પૂછાયેલા પ્રશ્નોના જવાબો ઈન્ટરનેટના માધ્યમથી આપ્યા હતા.

આ ઉપરાંત પી.જી. આર્ટ્સ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ‘કોરોનાનો જીવન સંદેશ’ વિશે યોજાયેલી નિબંધ લેખન સ્પર્ધામાં ૩૩ જેટલા નિબંધો ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થયા હતા. નિબંધ મૂલ્યાંકન કરતાં પ્રથમ ત્રણ નંબરના વિજેતાઓને ઈનામો એનાયત કરાશે. જેમાં પ્રથમ વિજેતા શીતલ ગાંધી (એમ.લીબ.), દ્વિતીય વિજેતા : બગડા આશિષકુમાર એસ. (એમ.એ.ઈતિહાસ), તૃતીય વિજેતા : પ્રિયંકા કે. મેકવાન (એમ.એ. - અંગ્રેજી) બંને સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને ઈ. સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાઓના આયોજન - સંચાલન માટે મંડળના માનદ્ મંત્રી જ્યોત્સનાબેન પટેલ, સંસ્થાના માનદ્ નિયામક ડો. આર. પી. પટેલ અને ઈન્ચાર્જ આચાર્યા ડો. અનુ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા.


આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર

પી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન

વિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ

ટેકરીયાપુરા, ડભાસીમાં ગૌરીવ્રત નિમિત્તે ખાઉની ૩૦૦ કિટનું વિતરણ

સ્પેક, બાકરોલ દ્વારા વન મહોત્સવની ઉજવણી

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘ગુરૂપૂર્ણિમા પર્વ’ની ઉજવણી

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કાર્યક્રમ

પ્રાથમિક શાળા ખોડિયારનગર (લાંભવેલ)માં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને વિદ્યાર્થીઓ દ્વારા તુલસી વન નિર્માણ