Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
‘કોવિડ-૧૯ યુવા અને સ્વયંસેવકોની ભૂમિકા’ વિશે ચારુસેટ યુનિવર્સિટી દ્વારા વેબિનાર
31/05/2020 00:05 AM Send-Mail
ગુજરાત ઈન્સ્ટટ્યિૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત સરકારના સહયોગથી ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ‘કોવિડ-૧૯ : યુવા સ્વયંસેવકોની ભૂમિકા’ વિશે તાજેતરમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી ૮૪ થી વધુ ફેકલ્ટી સ્ટાફ અને યુવાનો - સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ચારુસેટના પ્રિ. બી.એન. પટેલ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ સેન્ટર (ઋદંઈ) દ્વારા આ વેબિનાર યોજવામાં આવ્યો હતો.

વેબિનાર વિશે ઋદંઈના વડા ડો. કમલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, વેબિનારનો હેતુ કોવિડ-૧૯ને આપત્તિ તરીકે સમજવાનો છે. વેબિનારમાં કોવિડ-૧૯ ચેપ કેવી રીતે લાગે છે, ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી રોગચાળો શા માટે નિહાળવો જરૂરી છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉનને કારણે અર્થતંત્ર પર અસર થશે જે કેટલાંક વિકાસલ-યોની સિદ્ઘિમાં અવરોધ ઊભો કરી શકે છે. આ પ્રયાસશીલ સમયમાં યુવાનો અને સ્વયંસેવકોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમ છતાં, મુખ્યત્વે વર્તમાન પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈન/આવશ્યક સેવાલક્ષી કાર્યકરોને બાદ કરતાં પરિસ્થિતિને સુધારવામાં ફાળો આપવા માટે મોટાભાગે કામગીરી થઈ નથી, આ પરિસ્થિતિને થોડી હળવી કરવા વિવિધ રીતો શોધવી જરૂરી છે. જી.આઈ.ડી. એમ. ડિરેક્ટર પી.કે. તનેજાએ કહ્યું કે, યુવાનો અને સ્વયંસેવકો, રાષ્ટ્રના ભવિષ્ય અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે. તેઓ આ રોગચાળા(કોવિડ-૧૯) તરફ આપત્તિ અને જોખમ સંચાલનના દૃષ્ટિકોણથી જોઈ વર્તમાનના વિશ્લેષણ સ્પેક્ટ્રમ દ્વારા ભવિષ્યના વિકાસ અને પરિણામોનું વિસ્તરણ કરી શકે છે.

વેબિનારનું સંચાલન જીઆઈડીએમના સહાયક પ્રોફેસર કમ પ્રોગ્રામ મેનેજર ડો. ચિંતન પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. વેબિનારની શરૂઆતમાં ડો. ચિંતન પાઠકે ડીઆરએમ ક્ષેત્રે જીઆઈડીએમ દ્વારા કરવામાં આવતી વેબિનાર અને વિવિધ પ્રવૃત્તિઓ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ કહ્યું કે, શિક્ષક જીવનભરનો વિદ્યાર્થી છે અને સમય અને પરિસ્થિતિની માંગ પ્રમાણે નવું જ્ઞાન ઉમેરવાની ધગશ શિક્ષકને તેની ભૂમિકા શ્રેષ્ઠ રીતે અદા કરવામાં મદદ કરે છે. રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ કહ્યું કે, શિક્ષકો રાષ્ટ્રના યુવાધનને આકાર આપવાની સાથે સાથે રાષ્ટ્ર-વિશ્વ અને સમાજનું ભાવિ ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર

પી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન

વિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ

ટેકરીયાપુરા, ડભાસીમાં ગૌરીવ્રત નિમિત્તે ખાઉની ૩૦૦ કિટનું વિતરણ

સ્પેક, બાકરોલ દ્વારા વન મહોત્સવની ઉજવણી

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘ગુરૂપૂર્ણિમા પર્વ’ની ઉજવણી

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કાર્યક્રમ

પ્રાથમિક શાળા ખોડિયારનગર (લાંભવેલ)માં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને વિદ્યાર્થીઓ દ્વારા તુલસી વન નિર્માણ