Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક દ્વારા દેશનો સર્વ પ્રથમ ‘બ્લેંડેડ લર્નિંગ’નો ઈ-એફડીપી યોજાયો
31/05/2020 00:05 AM Send-Mail
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક, આણંદ તેમજ શ્રી ગુરુનાનક દેવ ખાલસા કોલેજ, ન્યુ દિલ્હી તથા ભોપાલ સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સ, ભોપાલના સંયુક્ત ઉપક્રમે તેમજ ક્વેસ્ટ અલીયાન્સના સહયોગથી કોવિડ-૧૯ના કપરા સમયમાં કોલેજનાં શિક્ષકો માટે એક વીક માટે ‘ઈ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશમાં સૌ પ્રથમ યોજાયેલ આ પ્રોગ્રામનો મુખ્ય વિષય ‘બ્લેંડેડ લર્નિંગ’ રાખવામાં આવ્યું હતું. ‘ઈ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ’માં ક્વેસ્ટ અલીયાન્સના અલગ અલગ વક્તાઓ બ્લેંડેડ લર્નિંગ શું છે તેમજ આવનારા શિક્ષણ ક્ષેત્રમાં નવી શિક્ષણ પદ્ઘતિની ચર્ચા કરી હતી. તેમજ કેવી રીતે ઓનલાઈન ક્લાસ, પાવર પોઈન્ટ પેસેન્ટેશન સારામાં સારું કેવી રીતે બનાવી શકાય તે માટેની વાત કરી હતી. આ પ્રોગ્રામમાં દેશભરમાંથી શિક્ષકોએ ભાગ લીધો હતો. એક વીક સુધી ચાલેલા આ પ્રોગ્રામમાં દરરોજ શિક્ષકો માટે સેલ્ફ એસેસર્સમેન્ટ માટે પ્રશ્નો આપવામાં આવ્યા હતાં. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કવેસ્ટ અલીયાન્સના ગુજરાત રાજ્યનાં મેનેજર વિક્રાંત સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનાં અંતમાં આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્કનાં પ્રિન્સિપાલ ડો. નિનાદ ઝાલાએ તેમજ ભોપાલ સ્કૂલ ઓફ સોશ્યલ સાઈન્સસ, ભોપાલના ડો. શીબા જોસેફે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું આયોજન તથા સંચાલન આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્કનાં પ્રિન્સિપાલ ડો. નિનાદ ઝાલા તેમજ શ્રી ગુરુનાનક દેવ ખાલસા કોલેજ, ન્યુ દિલ્હીનાં ડો. દીપક શર્મા તથા ભોપાલ સ્કૂલ ઓફ સોશ્યલ સાઈન્સસ, ભોપાલનાં ડો. શીબા જોસેફનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શ્રી રામકૃષ્ણ સેવા મંડળના માનદ્ મંત્રી જ્યોત્સનાબેન પટેલે ઈએફડીપીની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર

પી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન

વિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ

ટેકરીયાપુરા, ડભાસીમાં ગૌરીવ્રત નિમિત્તે ખાઉની ૩૦૦ કિટનું વિતરણ

સ્પેક, બાકરોલ દ્વારા વન મહોત્સવની ઉજવણી

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘ગુરૂપૂર્ણિમા પર્વ’ની ઉજવણી

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કાર્યક્રમ

પ્રાથમિક શાળા ખોડિયારનગર (લાંભવેલ)માં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને વિદ્યાર્થીઓ દ્વારા તુલસી વન નિર્માણ