Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
જોળ નજીકથી રીક્ષામાં લઈ જવાતા ૧ કિલો ગાંજા સાથે સંજાયાના શખ્સની ધરપકડ
વડતાલ તરફથી આવતી રીક્ષાને અટકાવીને તલાશી લેતાં અંદરથી એક કિલો ગાંજો મળી આવ્યો
31/05/2020 00:05 AM Send-Mail
વિદ્યાનગર પોલીસે આજે જોળ કેનાલ પાસેથી એક રીક્ષાને અટકાવીને તલાશી લેતાં તેમાંથી ૧૦ હજારની કિંમતનો એક કિલો નશીલા પદાર્થ એવો ગાંજો મળી આવતાં ચાલકની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસના સંક્રમણને લઈને પેટ્રોલીંગ કરી રહેલી વિદ્યાનગર પોલીસને હકીકત મળી હતી કે, જોળ કેનાલ નજીક નશીલા પદાર્થની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસ ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન વડતાલ તરફથી એક સીએનજી રીક્ષા આવી ચઢી હતી અને જોળ ગામથી કેનાલ તરફ જવા લાગી હતી જેથી પોલીસે તેને શંકાને આધારે અટકાવી હતી અને તલાશી લેતાં થેલામાં વનસ્પતિજન્ય પદાર્થ જેવુ મળી આવ્યું હતુ. જેથી તેની ખરાઈ કરવા માટે એેફએસએલને જાણ કરતાં જ એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પકડાયેલા વનસ્પતિજન્ય પદાર્થની તપાસ કરતાં તે ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતુ.

જેથી તેનું વજન કરતાં એક કિલો જેટલો થયો હતો જેની કિંમત ૧૦ હજાર જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે સંજાયા ગામે રહેતો સુરેશભાઈ વિજયસિંહ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની અંગજડતી કરતા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, ફોન અને રીક્ષા સહિત તમામ મુદ્દામાલ જપ્ત કરીને તેના વિરૂદ્ઘ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને આ ગાંજો તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો જેવી કેટલીક બાબતોએ તપાસ હાથ ધરી છે.

ચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ

તારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ

બાકરોલના નિવૃત્ત બેંક કર્મી સાથે ટાટા સફારી ઈનામમાં લાગી હોવાના બહાને ૪૭૭૦૦ રૂા.ની ઠગાઈ

હાડગુડ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા, એક ફરાર

છૂટાછેડા ના આપનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો

પીપળાવની પરિણીતા પર પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને શખ્સનો અવાર-નવાર જાતીય અત્યાચાર

બોરીયાની યુવતીને લગ્નની લાલચ આપી જાતિય અત્યાચાર ગુજારાયો

બીલપાડ : ૪૩ વર્ષીય પ્રેમિકાની ૨૪ વર્ષીય પ્રેમીએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ