Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
નડિયાદમાં બાઈક પાર્ક કરવા મુદ્દે ટોળાંનો હિંસક હુમલો : ૪ ઘાયલ
કસાઈવાડામાં ૨૦ કરતાં વધુના ટોળાંએ બાઈક પાર્ક કરનાર યુવકના ઘર ઉપર પથ્થરમારો કરી લાકડી તેમજ છરા જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તંગદિલી
31/05/2020 00:05 AM Send-Mail
નડિયાદના કસાઈવાડા વિસ્તારના ચોકમાં ગત રાત્રીના સમયે બાઈક પાર્ક કરવા મુદ્દે વિસ્તારમાં જ રહેતાં બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓના ટોળાએ બાઈક પાર્ક કરનાર યુવકના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ યુવક ઉપર છરા વડે હુમલો કર્યો હતો. અને તેના ભાઈ-મિત્ર ઉપર લાકડીઓ વરસાવી ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં ચાર વ્યક્તિઓ ઘવાયાં હતાં. આ બનાવ અંગે બાઈક પાર્ક કરનાર યુવકની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે હુમલો કરનાર ૨૦ કરતાં વધુ વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના કસાઈવાડા વિસ્તારમાં આવેલ દેસાઈ બિલ્ડીંગની સામે રહેતાં સબ્બીર ઉર્ફે લંબી સદ્દામ સલીમભાઈ મોટાના ગતરોજ રાત્રીના સમયે તેમના ઘર નજીક રહેતાં રફીક કુરેશીના ઘર પાસેના ચોકમાં પોતાનું બાઈક પાર્ક કરી જમાતની દુકાનો આગળ મિત્રો સાથે બેઠો હતો. તે વખતે રફીક કુરેશીએ સબ્બીર પાસે જઈ તે બાઈક અહીં કેમ મૂક્યું છે કહી બોલાચાલી કરી હતી.

બાદમા ઝઘડો ઉગ્ર બનતાં રફીક કુરેશીનું ઉપરાણું લઈ કસાઈ કોમના ૨૦ કરતાં વધુનુ ટોળું એકત્રિત થઈ ગયું હતું. જેથી સબ્બીર મોટાના અને તેના મિત્રો પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. જો કે ઉશ્કેરાયેલું આ ટોળું સબ્બીરના મહોલ્લા નજીક પહોંચ્યું હતું. અને સબ્બીરના ઘર ઉપર છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સબ્બીરના પિતરાઈ ભાઈ મુસ્તકીમને માથાના ભાગે પથ્થર વાગવાથી ઈજા પહોંચી હતી. લડી લેવાના મુડ સાથે સબ્બીરના ઘરે પહોંચેલા આ ટોળામાંથી કેટલાક લોકો લાકડીઓ તેમજ છરા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યાં હતાં. તેઓએ સબ્બીરના મિત્ર રબ્બીર ઉર્ફે બટકો ઐયુબભાઈ વડતાલા તેમજ સાહિત ઉર્ફે ગેગો સદામભાઈ બલોલ ઉપર લાકડીઓથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત રફીક કુરેશીએ હાથમાંનો છરા વડે સબ્બીર પર હુમલો કર્યો હતો. બચવા માટે સબ્બીરે હાથ વચ્ચે લાવતાં હાથના અંગુઠાના ભાગમાં છરો વાગવાથી તે લોહીલુહાણ થયો હતો. આ બનાવ અંગે સબ્બીર ઉર્ફે લંબી સદ્દામ સલીમભાઈ મોટાનાની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે રફીક કુરેશી, ધધન ઉર્ફે નનો, રસુલ કુરેશી, રફીકની માતા હમીદા, નનો મંગાની ભત્રીજી, ઈકબાલ બાજરો, મુમતાજ મોલવી, રૃકૈયા કુરેશી, મલો કુરેશી, શાકભાજીની દુકાનવાળી નસીમ કુરેશી, હલીલ કુરેશી, સલીમ નોનનોન, સલીમ આમલેટ, ઉસ્માન ભઠીયારો, અનવર કુલ્લુ, મહંમદ કલ્લો કુરેશી, મુખત્યાર કસાઈ, મુજીદ જાડીયો ઉર્ફે મરઘી, સેબુર કુરેશી મટનના વહેપારી, મુનાફ કાલી તેમજ અન્ય અજાણ્યાં ઈસમો વિરૃધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ

કપડવંજ પંથકમાં બનેલા મારામારીના બે બનાવોમાં બે વ્યક્તિઓ ઘાયલ

પાંડવણીયા : ખેતરમાં ખાડો ખોદી સંતાડેલી વિદેશી દારૂની ૧૩ બોટલો પકડાઈ

ખુંટજમાં માટીના ઢગલા પરથી ટ્રેક્ટર લઈ જવા બાબતે યુવકની ગળુ દબાવીને હત્યા

ડાકોર ચોકડી પર માસ્કના ચેકિંગ દરમ્યાન ચાલુ કારમાં દારૂની પાર્ટી કરતા બે ઝડપાયા

નડિયાદ : એક્સપ્રેસ વે ટોલ નજીક ટ્રકમાં ડસ્ટ ભરેલ કોથળાઓની આડમાં લવાયેલો ૧૬.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ચલાલી તેમજ કઠલાલમાં મારામારીના બે બનાવોમાં બેને ઈજા

નંદગામ : ૨૪ કલાકમાં મકાન ખાલી કરવાનું જણાવી દંપતીને મારી નાંખવાની ધમકીઓ આપનાર ૨ વિરૂધ્ધ ફરિયાદ