Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
સ.પ.યુનિ. દ્વારા યોજાનાર પરીક્ષાના વિરોધમાં સ્ટુડન્ટ કાઉન્સિલનું આવેદનપત્ર
31/05/2020 00:05 AM Send-Mail
સ.પ.યુનિ., વિદ્યાનગર દ્વારા આગામી ર૬ જૂનના રોજ વિવિધ અભ્યાસક્રમની પરીક્ષા લેવાનું આયોજન હાથ ધરાયું છે. પરંતુ લોકડાઉન અને કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે અન્ય જિલ્લાઓના વિદ્યાર્થીઓ વતન પહોંચી ગયાની સ્થિતિમાં લેવાનાર પરીક્ષા સામે વિરોધ થવા પામ્યો છે. જેમાં અગાઉ એબીવીપી અને સિન્ડીકેટ સભ્ય દ્વારા લેખિત વિરોધ આપવામાં આવ્યો હતો. દરમ્યાન આજે સવારે સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કુલપતિ શિરીષ કુલકર્ણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મહામારીના સમયમાં અન્ય જિલ્લામાંથી વિદ્યાર્થીઓને વિદ્યાનગર આવવા, રહેવા સહિતની સમસ્યા, કોરોના વીમા કવચ આપવા સહિતની માંગ સાથે આગામી મહિને યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવા રજૂઆત કરી હતી.