Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
બહુ દા'ડે ખુલી ઘરાકી....
31/05/2020 00:05 AM Send-Mail
લોકડાઉનના કારણે સૌથી વધુ અસર નાના રોજગાર-વ્યવસાયકારોને પહોંચી છે. તેમાંયે પ્લાસ્ટીક, પસ્તી સહિત જૂની ચીજવસ્તુઓની ખરીદી કરનાર નાના ધંધાર્થીઓનો રોજગાર ઠપ્પ થઇ ગયો હતો. જો કે લોકડાઉન ૪.૦માં મળેલ છૂટછાટના પગલે હવે આણંદ સહિત શહેરોની સોસાયટીઓની બહાર પ્લાસ્ટીકની જૂની,તૂટેલી ચીજવસ્તુઓ ખરીદનાર ફેરિયાઓની બૂમો સાંભળવા મળી રહી છે. લગભગ બે માસ ઉપરાંતના સમયથી બંધ પડેલ રોજગાર ચાલુ થયો હોવાથી કાળઝાળ ગરમીમાં પણ શકય તેટલા વધુ વિસ્તારમાં ફરી લેવાની આ ધંધાર્થીઓ ઝડપ દાખવતા હોય છે. પ્રસ્તુત તસ્વીરમાં સાયકલ રિક્ષામાં ઠસોઠસ પ્લાસ્ટીક સહિતનો ઉઘરાવેલ સામાન ભરીને ભર તડકે જઇ રહેલા બે યુવા ધંધાર્થીઓના મનમાં બહુ દિવસે ઘરાકી ખુલ્યાનો વિચાર રમી રહ્યાનું જોવા મળ્યું હતું.