Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
ઉમરેઠ : ૬૧ ખેડૂતોની તમાકુના વેપારીઓ દ્વારા સેમ્પલ લેવાયા, ૧પ સોદા થયા
ઉમરેઠ બજાર સમિતિ દ્વારા તમાકુ ખરીદી-વેચાણનું આયોજન કરાયું હતું : એક મણ તમાકુના ૧૧૦૦થી ૧પ૩૦ના ભાવે સોદા થયા
31/05/2020 00:05 AM Send-Mail
કોરોના મહામારીના કારણે તબકકાવાર અમલી બનાવાયેલ લોકડાઉનના કારણે વિવિધ ખેતીપાકોના વેચાણમાં ખેડૂતોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને તમાકુનો તૈયાર માલ હોવા છતાંયે ખરીદનાર વેપારીઓ, દલાલો લોકડાઉનના કારણે આવતા ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ વિવિધ બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને તમાકુ ખરીદનાર વેપારીઓ વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવામાં આવી રહી છે. જેના કારણે એક જ સ્થળે ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહીને તમાકુ ખરીદી-વેચાણની પ્રક્રિયા કરી રહ્યા છે.

ઉમરેઠ બજાર સમિતિ દ્વારા ઉમરેઠ પંથકના ખેડૂતોને તેમના તમાકુ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે અને વેપારીઓ-ખેડૂતો એક સાથે એક મંચ પરથી તમાકુ ખરીદી-વેચાણની પારદર્શિતાથી કામગીરી કરે તે માટે આજે આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત વેપારીઓ અને ખેડૂતો વચ્ચે તમાકુના ભાવતાલ અંગે સીધો સંવાદ થયો હતો.

ઉમરેઠ બજાર સમિતિના ચેરમેન સુજલભાઇ શાહે જણાવ્યું હતું કે, ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ મળે, તેમના નાણાં સુરિક્ષત રહે તે માટે બજાર સમિતિ દ્વારા આજે આયોજન હાથ ધરાયું હતું. જેમાં ઉમરેઠ સહિત આસપાસના ગામોમાંથી તમાકુ પકવતા આશરે ૧૦૦ જેટલા ખેડૂતો અને રપ વેપારીઓ હાજર રહ્યા હતા. જે પૈકી ૬૧ ખેડૂતોની તમાકુના વિવિધ વેપારીઓ દ્વારા સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧પ જેટલા સોદા થયા હતા. ઉલ્લેખનીય છે કે જુદા જુદા ગામની તમાકુની ગુણવત્તાના આધારે ભાવ નકકી થયા હતા. જેમાં રૂ.૧૧૦૦થી ૧પ૩૦ સુધીનો મણદીઠ ભાવ નિયત કરાયો હતો. જેમાં રતનપુરા વિસ્તારની તમાકુનો સારો ભાવ મળ્યાનું સાંભળવા મળ્યું હતું.