Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
વાલવોડમાં સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ
પરવાનેદાર ૬ માસ માટે વિદેશ જવાની રજા મંજૂર કરાવ્યા બાદ પરત ન આવતા તંત્ર દ્વારા હુકમ
30/05/2020 00:05 AM Send-Mail
બોરસદ તાલુકાના વાલવોડમાં આવેલ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકે વિદેશ જવા માટે છ માસની રજા મંજૂર કરાવી હતી. આથી તંત્ર દ્વારા અનાજ વિતરણની વૈકિલ્પક વ્યવસથા કરવામાં આવી હતી.પરંતુ સમય વીતી જવા છતાંયે સંચાલક વિદેશથી પરત ન આવતા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કરી દેવાયો હતો.

આણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇ બામણીયાએ જણાવ્યું હતું કે, વાલવોડમાં હસમુખભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા વાજબી ભાવની દુકાન ચલાવવામાં આવતી હતી. તેઓએ વિદેશ જવાના કારણોસર ગત તા. ૧૯ જુલાઇ,ર૦૧૮ના રોજ છ માસની રજા માંગી હતી, જે મંજૂર કરાઇ હતી. આ દુકાન હસ્તકના રેશનકાર્ડધારકોને અનાજ મેળવવાની વૈકલ્પિક વ્યયસ્થા વાલવોડ વિ.કા.સહકારી મંડળીને સોંપવામાં આવી હતી.

હસમુખભાઇ આજદિન સુધી વિદેશથી પરત આવ્યા નથી અને તેઓ હવે પરત આવે તેવી શકયતા ન હોવાનું ધ્યાને લઇને બોરસદ મામલતદાર કચેરી દ્વારા પરવાનો રદ કરવા જિલ્લા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જેથી જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇએ વિદેશ જવા છ માસની રજા મેળવ્યા બાદ આજદિન સુધી પરત ન આવનાર હસમુખભાઇનો પરવાનો ૯૦ દિવસ માટે મોકૂફ કર્યો હતો. વધુમાં તેઓને રુબરુ સુનાવણી માટે નોટિસ પાઠવવામાં પણ આવી છે.