Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
કાસોર સહકારી મંડળીમાં ઉચાપત મામલે ઉપસરપંચ સસ્પેન્ડ
મંડળીમાં નાણાંકીય ઉચાપત અંગેની ફરિયાદમાં ૭૦ દિવસ સુધી જેલવાસ થતા હોદ્દા પરથી દૂર કરાયા
30/05/2020 00:05 AM Send-Mail
આણંદ તાલુકાના કાસોરમાં આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં સબ ઓડિટર દ્વારા કરાયેલ ઓડિટમાં હંગામી અને કાયમી નાણાંકીય ઉચાપત ધ્યાને આવી હતી. જેથી આ મામલે થયેલ પોલીસ ફરિયાદમાં મંડળીમાં ફરજ બજાવતા અને હાલ કાસોરના ઉપસરપંચને ૭૦ દિવસની જેલની સજા થઇ હતી અને હાલ હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે.

આ મામલે થયેલ રજૂઆતના પગલે આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ કાસોરના ઉપસરપંચ જયેશભાઇ પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતોમાં કાસોર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં એચ.આર. પ્રજાપતિ (સબ ઓડિટર અને ઓડિટ લગત સ્પે.ઓડિટર સહકારી મંડળીઓ, આણંદ) દ્વારા મંડળીના હિસાબોમાં હંગામી, કાયમી નાણાંકીય ઉચાપત ધ્યાને આવતા ભાલેજ પોલીસ સ્ટેશનમાં મંડળીના વહીવટકર્તા અને હાલના ઉપસરપંચ જયેશભાઇ પટેલ વિરુદ્વ ભાલેજ પોલીસ મથકે ઇપીકો ૪૦૮,૧૧૪ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ બાદ ગત તા. ર જુલાઇ,ર૦૧૯ના રોજ જયેશભાઇની અટકાયત કરીને રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. બાદમાં તેઓના જામીન નામંજૂર થતા આણંદ સબજેલમાં ૭૦ દિવસ કરતા વધુ સમય રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ મામલે થયેલ રજૂઆતના પગલે ડીડીઓ, આણંદ દ્વારા કાસોર ગ્રા.પંચાયતના ઉપસરપંચ સામે નૈતિક અધ:પતનના ગુનાના સંબંધમાં ફોજદારી કાર્યવાહી થયેલ હોઇ, જેલમાં રાખવામાં આવ્યા હોવાથી તેઓને ઉપસરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો (ફરજમોકૂફ) હુકમ કર્યો હતો.