Sardar Gurjari

ગુરુવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૪

મુખ્ય સમાચાર :
સંક્રમિત વ્યકિત જાગૃતતા નહીં દાખવે તો અન્યોને ચેપ લગાડશે જ...
ખંભાત : ૩ દર્દીઓ પોતે શંકાસ્પદ હોવાની જાણ છતાં ખંભાત કાર્ડિયાકના બદલે વડોદરા પહોંચ્યા
ત્રણેયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ : ખંભાતથી વડોદરા જતા અન્યોના સંપર્કમાં આવ્યા હશે તો...ખાનગી તબીબે કોરોનાના લક્ષણો હોવાથી ખંભાતની હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી
30/05/2020 00:05 AM Send-Mail
જિલ્લામાં કુલ ૬ પૈકી ૧ દર્દી વેન્ટીલેટર, ર ઓકિસજન ઉપર
આણંદ જિલ્લામાં કુલ ૯૭ કોરોના પોઝિટિવ કેસ પૈકી ૭૯ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે કોરોનાથી ૧૦ અને બિન કોવિડ ર મળીને કુલ ૧ર વ્યકિતઓના મોત થયા છે. હાલમાં કુલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧ વેન્ટીલેટર ઉપર અને ર દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું તથા અન્ય ૩ દર્દીઓની હાલત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

હોમ અને ખાનગી કવોરેન્ટાઇન વ્યકિતઓ પર તંત્રની નજર જરૂરી
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત અને તેમના કલોઝ કોન્ટેકટના વ્યકિતઓને ખંભાત, બાકરોલના કોવિડ કવોરેન્ટાઇન સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવી રહ્યા છે. હાલમાં ખંભાતમાં ૧૯ર વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન કરાયા છે જયારે અન્ય ૧૭ને બાકરોલની સમરસ હોસ્ટેલ અને અન્ય આણંદની હોટલમાં ખાનગી કવોરેન્ટાઇન થયા છે. જાણવા મળ્યાનુસાર સરકારી ઉપરાંત ખાનગી કવોરેન્ટાઇન થયેલ પૈકીના કેટલાક વ્યકિતઓ ગાડી સહિત અન્ય વાહન દ્વારા બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે. જેથી સંભવિત સંક્રમણ વકરવાની ભીતિ વ્યકત થઇ રહી છે. આથી તંત્ર દ્વારા કવોરેન્ટાઇન થયેલ લોકો પર નજર રાખવી અને તેમની અવરજવર પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ થવા પામી છે.

આણંદ જિલ્લામાં કોરોના હોટ સ્પોટમાં ફેરવાયેલ ખંભાતમાં સંક્રમણ વધી રહ્યાનો ચિતાર જોવા મળી રહ્યો છે. કોરોના સામે સતર્કતા દાખવવામાં આવે તે જ બચાવ માટેનો શ્રેષ્ઠ ઉપાય હોવાની વાત છતાંયે દાખવાતી બેદરકારી ગંભીર બની રહે છે. તાજેતરમાં ખંભાતના બે વિસ્તારના ત્રણ વ્યકિતઓએ ખાનગી તબીબ પાસે મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં તેઓને કોરોના શંકાસ્પદ હોવાનુ જણાવતા તબીબે ખંભાતની કાર્ડિયાક હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી. પરંતુ ત્રણેય દર્દીઓ આ સલાહ અવગણીને ખંભાતથી વડોદરાની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયાં ત્રણેયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

ખંભાતમાં ત્રણ વ્યકિતના વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટની વાતથી ખંભાતમાં ચકચાર મચી જવા પામી છે.જેમાં ત્રણેયના સંપર્કમાં આવનાર લોકો સહિત તેઓ ખંભાતથી વડોદરા જવા દરમ્યાન અનેક લોકોના સંપર્કમાં આવ્યા હશેની ભીતિ પણ તંત્ર વ્યકત કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરાના કોવિડ-૧૯ સેન્ટરમાં સારવાર દરમ્યાન ખંભાતના ત્રણ વ્યકિતઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને સારવાર ચાલી રહ્યાનું જાણવા મળે છે. જેઓ ખંભાતમાં પથ્થર મસ્જિદ વિસ્તારના ફાતિમાબીબી સૈયદ, પાનકોર વિસ્તારના ઝાહિરહુસેન સૈયદ અને નાકરાતની પોળના સલીમ સૈયદ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે શુક્રવારે આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા ખંભાતના સૈયદવાડા અને નાકરાતની પોળ વિસ્તારમાં સેનેટાઇઝ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત વડોદરામાં સારવાર લઇ રહેલ ત્રણેય પોઝિટિવ દર્દીઓના કલોઝ સંપર્કના ૧ર વ્યકિતઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાનું તથા અન્ય કોન્ટેકટ અંગે તપાસ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.