Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ખેડા તાલુકાના પરસાંતજ ગામની સીમમાંથી પસાર થતી
વાત્રક નદીના પટમાંથી ગળે ટૂંપો આપીને હત્યા કરી ફેંકી દેવાયેલી યુવકની લાશ મળી
17/01/2020 00:01 AM Send-Mail
ખેડા તાલુકાના પરસાંતજ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીના કિનારે ગળે ટૂંપો આપી હત્યા કરી ફેંકી દેવાયેલી ૨૨ વર્ષીય યુવકની લાશ મળી આવતાં ભારે તકવિતકો થઈ રહ્યાં છે. શ્રમજીવી પરિવારના યુવકની હત્યા પાછળ કયુ કારણ હશે..? એ તપાસવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે પ્રેમસબંધ કારણભુત હોવાની શક્યતાઓ તેજ બની ગઈ છે. આ લખાય ત્યારે પોલીસને મહત્વની ગણી શકાય તેવી કોઈ કડી મળી નથી.

મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના હિંમતપુરા લાટ તાબે પરસાંતજમાં રહેતાં વિનુભાઈ આતાભાઈ ગોહેલની પ્રથમ પત્નિ બે સંતાનોને મૂકી ચાલી ગઈ હતી. જેથી તેમણે બીજા લગ્ન કર્યા હતાં. આ લગ્નના ફળરૂપે પણ તેમને બે સંતાન છે. અગાઉની પત્નિના બંને સંતાનો તેમની દાદી સાથે રહે છે. અને ઘણી વખત તેમના ઘરે પણ આવજા કરતાં હોય છે. તા.૧૬ની રાત્રીના પ્રથમ પત્નિ દ્વારા જન્મેલ પુત્ર રણજીત (ઉ.વ ૨૨) તેમની સાથે જમી પરવારી તેમની પાસેથી રૂ.૧૦ મસાલો ખાવા લઈ ઘરેથી નીકળ્યો હતો. જો કે મોડા સુધી ઘરે પરત આવ્યો નહી એટલે વિનુભાઈએ એવુ વિચાર્યુ હતુ કે તેની દાદીના ઘરે સુઈ ગયો હશે.

પરંતુ સવારમાં પરસાંતજ ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાં રણજીતની લાશ પડી હોવાની માહિતી મળતાં વિનુભાઈ તેમની પત્નિ સાથે દોડી ગયાં હતાં. અને તપાસ કરતાં લાશ રણજીતની હોવાનું માલુમ પડ્યું હતું. ગળે તાર વડે ટૂંપો આપી રણજીતને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રથમ નજરે દેખાતુ હતુ. જો કે સિવિલ હોસ્પિટલ ખેડામાં પીએમ માટે લઈ જતાં તબીબો પણ રણજીતની હત્યા ગળે ટૂંપો આપીને કરી હોવાનું પીએમ રિપોર્ટના આધારે જણાવ્યુ હતું. આ અંગે વિનુભાઈ આતાભાઈ ગોહેલ ખેડા પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. યુવાનની હત્યાએ અનેક સવાલો ઊભા કર્યા છે જેમાં પ્રથમ તો જમ્યા બાદ રૂ.૧૦ લઈ મસાલો ખાવા ગયેલ રણજીતને કોણે ઉઠાવ્યો હશે..? ઠેઠ નદીના પટ સુધી કેવી રીતે લઈ ગયાં હશે..? શ્રમજીવી પરિવારના આ યુવકની હત્યા પાછળ પૈસાની લેતીદેતી કે મિલકતનો મામલો હોવાની શક્યતા નહિવત છે. ખાસ કરીને પ્રેમસબંધ ના કારણે આ હત્યા કરાઈ હોવાની શક્યતા તેજ બને છે. આમ તો પિતા પાસેથી રૂ.૧૦ મસાલા ખાવા માંગતો પુત્ર કોઈ કામધંધો કરતો નહી હોય તેવુ પણ દેખાઈ આવ્યું છે. ત્યારે નાણાંનો મામલો આ હત્યા પાછળ હોય તે શક્યતા નકારી શકાય છે. આ બાબતે ખેડાના પીએસઆઈ એમ. એ. અસારીને પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે હત્યાના બનાવની તપાસ વિવિધ દિશામાં ચાલી રહી છે. ઘણી થિયરી હાલમાં દેખાય છે. પરંતુ હજી સુધી મહત્વની ગણી શકાય તેવી એક પણ કડી મળી નથી.

સરસપુરમાં મહિલાને બેભાન કરીને ૮૬ હજારની મત્તા લૂંટી ચાર શખ્સો ફરાર

નડિયાદ : સંતરામ રોડ પર પાલિકાની દબાણ ટીમ અને લારીવાળા વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ભાનેર પાટીયા પાસે આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર

પીકઅપ ડાલામાં લઈ જવાતાં ૩૩ હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં

માતરમાં મોડીરાત્રે તસ્કરોનો તરખાટ ત્રણ દુકાનો, એપીએમસીમાં ચોરી

ચકલાસીની પરિણીતાને મારઝુડ કરી ઘરેથી કાઢી મૂકનાર પતિ સામે ફરિયાદ

નડિયાદ : પત્ની સાથે છૂટાછેડા માંગી ઘરેથી કાઢી મૂકનાર પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ

નડિયાદ તેમજ અરજનપુરા કોટમાં બનેલા મારામારીના બે બનાવોમાં ત્રણ ઘાયલ