Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
પેટલાદ : મોડાસાના સાયરા ગામની પીડિતાના આરોપીઓને આકરી સજાની માંગ સાથે મૌન રેલી
મૌન રેલીમાં ભાજપ, કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા
17/01/2020 00:01 AM Send-Mail
પેટલાદમાં ડો. આંબેડકર સંપર્ક અભિયાનના નેજા હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા ગામની અનુ.જાતિની દીકરીના અપહરણ, બળાત્કાર અને હત્યાકાંડના બનાવે પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ રેલ્વે સ્ટેશનેથી રેલી નીકળી હતી.આ રેલીમાં અનુ.જાતિના લોકો સાથે ભાજપ-કોગ્રેસના હોદ્દેદારો, પાલિકા સભ્યો જોડાયા હતા. વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી સ્વરૂપે શહેરના સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી થઈને પ્રાંત કચેરી પહોચી હતી. ત્યાં ના.મા. એસ.જી. ઝાલાને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, અનુ.જાતિની દીકરીના પરિવારજનો પોલીસ કાર્યવાહી કરવા સતત માંગણી કરવા છતા નરાધમોને પોલીસ છાવરી રહ્યી છે. આ મામલે સીટ દ્વારા ન્યાયિક તપાસ, આરોપીઓને ફાંસીથી ઓછી સજા ન મળે, પીડિતાના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવા સહિતની માંગ કરવામાં આવી હતી. મૌન રેલીમાં ડો. આંબેડકર સંપર્ક અભિયાનના સંયોજક રમણભાઈ પરમાર, મિતેશ મહિડા, જગદીશભાઈ મકવાણા, ભાજપ--કોગ્રંેસ પક્ષના હોદ્દેદારો, પાલિકાના સભ્યો જોડાયા હતા.