Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનો ઉદ્દઘાટન સમારોહ
આણંદ જિલ્લામંા સૌપ્રથમવાર ૮૦ ફુટ પહોળા, ર૦ ફુટ ઊંચા ટુડી ડાયમેન્શન સ્ક્રીન પર હનુમંત ગૌરવગાથા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,કણભાના ૧૬૦ છાત્રો દ્વારા મંચસ્થ લાઇટ એન્ડ સાઉન્ડ શો
17/01/2020 00:01 AM Send-Mail
આણંદમાં શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનો ઉદ્દઘાટન સમારોહનો પ્રારંભ કરાયો હતો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્વિતિય હનુમાનજી મંદિરનું ઉદ્દઘાટન દીપ પ્રાગટય દ્વારા શ્રી લ-મીનારાયણદેવ ગાદીના પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ, કણભાના છાત્રોએ આકર્ષક સ્વાગત નૃત્ય રજૂ કર્યુ હતું.

આ પ્રસંગે શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી પૂ.સ્વામી સત્સંગભૂષણ દાસજી, રાજકોટ ગુરુકુળના મહંત પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ દેવપ્રકાશદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમપ્રકાશદાસજી સ્વામી, ગઢડા ટેમ્પલ બોર્ડન ચેરમેન પૂ.હરિજીવનદાસજી સ્વામી તથા વિવિધ સ્થળોએથી સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નીકળેલ શોભાયાત્રામાં દેશ,વિદેશના હરિભકતો જોડાયા હતા.

આણંદમાં પાંચ દિવસ ચાલનાર મહોત્સવનું વિશેષ આકર્ષણ શ્રી મહાબલી હનુમંત ગૌરવગાથા- લાઇટ અને સાઉન્ડ શો છે. જેમંા ૮૦ ફુટ પહોળાઇ, ર૦ ફુટ ઊંચાઇ ધરાવતા આધુનિક સ્ક્રીન દ્વારા ટુડી ડાયમેન્સન વીએફએકસ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આણંદ જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારના શોનું આયોજન કરાયું છે. શ્રી હનુમાનજીનું પ્રાગટય અને શ્રી સ્વામિનારાયણ ભગવાને આણંદના રોકડીયા હનુમાનજીની સ્થાપના કેવી રીતે કરી એનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભાના ૧૬૦થી વધુ છાત્રોએ સ્ટેજ પ્રસ્તુતિ કરી હતી. પૂ.સત્સંગભૂષણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પાંચ દિવસ સુધી વિનામૂલ્યે દરરોજ રાત્રે ૭થી ૧૦ દરમ્યાન પ૦-પ૦ મિનિટનો એક એવા ૩ હનુમંત ગૌરવગાથા શોનું આયોજન કરાયું છે. બાળકોને હનુમાનજીની કથાને દૃશ્ય-શ્રાવ્ય દ્વારા તાદશ્ય કરાવવાનો હેતુ છે. આ શો નિહાળવા જિલ્લાની શાળાઓને પણ આમંત્રણ પાઠવાયું છે. જેમંા અગાઉથી નોંધણી કરાવનાર શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક શો નિર્દશન ઉપરાંત પ્રસાદીનું પણ આયોજન કરાશે. શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ઉદઘાટન સમારોહ દરમ્યાન સુંદરકાંડ પઠન, શ્રી રામચરિત માનસ પંચાન્હ પારાયણ, ર૦૧ કુંડી શ્રી હરિ યાગ, અખંડ હનુમાન ચાલીસા પાઠ, રકતદાન કેમ્પ વગેરે આયોજન કરાયા છે.