Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની બલિહારી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવેલ લાશનું પીએમ કરવા પરિવાર ૧૦ કલાક ભટક્યો
પોષ્ટ મોર્ટમ પેનલ ડોક્ટરથી કરવાનુ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ ડોક્ટર હોવાથી વિલંબ થયો
17/01/2020 00:01 AM Send-Mail
મૃત્યુનું સચોટ કારણ જાણવા પેનલ ડોક્ટરોથી પીએમ કરાવવું પડે તેમ હતુ : પીએસઆઈ
કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ગઢવીનો ફોન પર સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતુ કે શંકાસ્પદ મોત થયું હતુ. મૃતકના પરીવારજનો અને સગાઓ મૃત્યુના કારણ અંગે જુદા-જુદા જવાબો આપી રહ્યા હતા. જેથી મૃત્યુનું સાચુ કારણ જાણવુ જરૂરી હતુ. જેને લઈને પેનલ ડોક્ટર દ્વારા પોષ્ટ મોર્ટમ કરવાનું નક્કિ કરવામાં આવ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારીનો સરકારી જવાબ, હું તપાસ કરાવુ છું
કપડવંજ જે.બી.મહેતા હોસ્પિટલમાં સર્જાયેલી સ્થિતિ બાબતે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીનો ફોન પર સંપર્ક કરતા તેઓએ સરકારી જવાબ આપતાં જણાવ્યું હતુ કે હુ તપાસ કરાવી બીજા ડોક્ટરની વ્યવસ્થા કરાવુ છુ. જોકે વ્યવસ્થા કેટલા સમયમાં થસે તેની સ્પષ્ટતા તેઓએ કરી ન હતી.

બીજા ડોક્ટર આવે તે બાદ જ પોષ્ટમોર્ટમ થશે : ડો.કેતન મિસ્ત્રી
સવારે ૫ વાગ્યે આવેલ લાશનું પોષ્ટમોર્ટમ બપોર સુધી થયુ ન હતુ. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કેતનભાઈ મિસ્ત્રીનો ફોન પર સંપર્ક કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે અત્રે આરોગ્ય કેન્દ્રમાં હું એક જ ડોક્ટર હાજર છું. બીજા કોઇ ડોક્ટર છે નહી. પોલીસ દ્વારા પેનલ પોષ્ટમોર્ટમ કરવાનું જણાવેલ હોઇ બીજા ડોક્ટર આવ્યા બાદ પોષ્ટમોર્ટમ કરવામાં આવશે.

આરોગ્ય દ્રષ્ટિએ પ્રજાને સુવિધા આપવાની વાતો કરતી રાજ્ય સરકારના રાજમાં પોષ્ટ મોર્ટમ માટે ડોક્ટરો મળી રહ્યા નથી. વાત છે ખેડા જિલ્લાના કપડવંજ શહેરની, કે જ્યા સવારે ૫ વાગ્યે લાવેલ મૃતદેહનું પોષ્ટ મોર્ટમ પેનલ ડોક્ટરથી કરવાનું હોઇ બીજા ડોક્ટરને બોલાવતા બોલાવતા મૃતકના પરીવારજનો અને પોલીસને પરસેવો પડી ગયો હતો.

કપડવંજ તાલુકાના માલ ઇટાડી તાબે કાઠીના મુવાડા ગામના રમેશભાઇ સબુરભાઇ સોઢા (ઉ.૨૭)નામના વ્યક્તિનું ગત રાત્રે મૃત્યુ થતા તેઓના મૃતદેહને કપડવંજની જે.બી. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રમેશભાઇની હત્યા તો નથી કરાઈને ? તેને લઈને કપડવંજ ગ્રામ્ય પોલીસે પેનલ ડોક્ટરથી પોષ્ટ મોર્ટમ કરવા માટે લાશને કપડવંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. ગુરૂવારના રોજ માત્ર એક જ ડોક્ટર હાજર હતા. બીજી તરફ બપોરે ૩ વાગ્યા સુધી પેનલ પોષ્ટ મોર્ટમ માટે બીજા ડોક્ટર મળ્યા ન હતા. જેના કારણે મૃતકના પરીવારજનોથી લઇ પોલીસ અને હાજર ડોક્ટર સૌ-કોઇ વિસામણમાં મૂકાઇ ગયા હતા.

મહત્વની વાત છેકે સરકાર દ્વારા આરોગય ક્ષેત્રે પુરતી સુવિધાઓ આપવાની વાતો થઇ રહી છે. બીજી તરફ ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજમાં પેનલ પોષ્ટ મોર્ટમ માટે બીજા ડોક્ટર મળી રહ્યા નથી. ત્યારે આ પ્રકારની સ્થિતિમાં પ્રજાને કેવી રીતે સુવિધા મળશે. જે પરિવારમાં કોઇનું મૃત્યુ થયુ હોય તેઓ મૃતકની લાશ માટે ૧૦ કલાક સુધી રાહ જોતા બેસી રહે, તે વળી કેવી સુવિધા?

નડિયાદ : આંખના ઓપરેશનની પૂરી રકમ ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હુકમ

ખેડા પાસે શેઢી નદીમાં નહાવા ગયેલા બે યુવાનોના ડૂબી જતા મૃત્યુ

નડિયાદ : વિદ્યાર્થિનીઓ સાથે સ્કૂલ વાન ચાલકની અશ્લિલ હરકત બાબતે કલેકટરને આવેદનપત્ર

ખેડા જિલ્લામાં ૪ વર્ષમાં તંત્રની જાગૃતતાથી રર૮ બાળલગ્નો અટકાવાયા

કણજરી : સારવાર ખર્ચના રૂ.૧.૪૦ લાખ ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદમાં તાલુકા કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ

વરસોલાની ફેકટરીમાં ગેસ ગળતરના ર૪ કલાક બાદ પ્રદૂષણ વિભાગનું તપાસનું નાટક!

વરસોલાની ફેકટરીમાંથી નીકળેલા ગેસથી પ્રાથમિક શાળાના બાળકોને અસર થતાં ગામમાં ભયનું મોજું