Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
જો એનપીઆર માટે માહિતી નહીં આપો કે ખોટી માહિતી આપશો તો ૧ હજારનો દંડ
વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાથી જ એનપીઆર લાગુ કરી દેવાશે : પાન કાર્ડનું વિવરણ આપવાની જરૂર નહીં પડે
17/01/2020 00:01 AM Send-Mail
કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસી, સીએએ અને એનપીઆરના વિરોધ વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ માહિતી આપતા કહ્યું હતું કે દેશભરમાં આ વર્ષે થનારી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની સાથે જ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) પણ લાગુ કરી દેવામાં આવશે. બીજી તરફ માહિતી આપવામાં આવી છે કે જો કોઇ વ્યક્તિ એનપીઆર માટે માહિતી આપવાનો ઇન્કાર કરે છે કે જાણીજોઇને ખોટી માહિતી આપે છે તો અધિકારીઓ નિયમ અનુસાર એ વ્યક્તિ પાસેથી રૂા. ૧ હજારનો દંડ વસૂલી શકે છે.

ગૃહ મંત્રાલયના અધિકારીએ માહિતી આપી કે નાગરિકતા નિયમના નિયમ ૧૭ અનુસાર ખોટી માહિતી આપવા પર રૂા. ૧ હજારનો દંડ ફટકારવામાં આવશે. જોકે અધિકારીએ એ પણ જણાવ્યું કે આ જોગવાઇનો ઉપયોગ ૨૦૧૧ અને ૨૦૧૫ના એનપીઆરમાં કરવામાં આવ્યો ન હતો.

ડિસેમ્બરમાં સીએએ, એનસીઆર અને એનપીઆરને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં લેખિકા અરૂંધતિ રોયે લોકોને કહ્યું હતું કે જ્યારે અધિકારીઓ માહિતી માગવા માટે ઘરે આવે તો તેમને ખોટી માહિતી આપવામાં આવે. અધિકારીએ કહ્યું કે આપત્તિને કારણે અમે પાન કાર્ડ પર કોલમને હટાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રી-ટેસ્ટમાં ૮૦ ટકા મામલાઓમાં જવાબ આપનારાઓએ સ્વેચ્છાથી વિવરણ આપ્યું પરંતુ પેન વિવરણ શેર કરવામાં સંકોચ અનુભવ્યો જે બાદ એનપીઆરમાં આ કોલમને હટાવવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે આધાર, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનું વિવરણ આપવું અનિવાર્ય નથી.