Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
દેવિન્દરનો ધડાકો : અન્ય એક અધિકારી પણ ત્રાસવાદીઓની સાથે
આતંકીઓ પાસેથી ૧૦ લાખ લીધા હોવાની કબૂલાત
17/01/2020 00:01 AM Send-Mail
જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સક્રિય ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલના ત્રાસવાદીઓને પોતાની કારમાં જમ્મુ લઇ જતી વેળા ઝડપાઇ ગયેલા જમ્મુ કાશ્મીર પોલીસના બરખાસ્ત ડીએસપી દેવિન્દર સિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેવિન્દરની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

દેવિન્દરે આરોપ કરતા કહ્યુ છે કે પોલીસ દળમાં તૈનાત રહેલા અન્ય એક પોલીસ અધિકારી ત્રાસવાદીઓ માટે કામ કરી રહ્યા છે. દેવિન્દરસિંહે કબૂલાત કરી છે કે તેઓએ ત્રાસવાદીઓની મદદ કરીને મોટી ભૂલ કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસના ઉચ્ચ સુત્રોએ કહ્યુ છે કે દેવિન્દર સિંહે ત્રાસવાદીઓને જમ્મુ લઇ જવા માટે ૧૦ લાખ રૃપિયા લીધા હતા. સિંહે દાવો કર્યો હતો કે અન્ય એક પોલીસ અધિકારી હાલમાં ત્રાસવાદીઓની મદદમાં છે. ગયા વર્ષે સિંહ હિઝબુલના ત્રાસવાદી નવીદ બાબુને જમ્મુ લઇને ગયો હતો. તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ શકે છે. ૧૧મી જાન્યુઆરીના દિવસે કુલગામ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે ઉપર એક કારમાં તેમની ધરપકડ કરાઈ હતી.

હિઝબુલ કમાન્ડર સઇદ નવીદ, એક બીજા ત્રાસવાદી રફી રૈદર અને હિઝબુલના અન્ય એક શખ્સ સાથે તેમની ધરપકડ કરાઈ હતી. પુલવામા હુમલામાં ત્રાસવાદીઓની મદદ કરવાનો પણ તેમના ઉપર આક્ષેપ કરાયો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. શ્રીનગરમાં ઇન્દિરાનગરના તેમના આવાસ ઉપર તપાસ કરવામાં આવ્યા બાદ કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. તે આતંકવાદીઓના હેન્ડલરો સાથે સંપર્કમાં હતા.