Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધા
17/01/2020 00:01 AM Send-Mail
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ, સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં 'Antiragging Cell' અંતર્ગત બી.સી.જે. કોલેજ ઓફ એજ્યુકેશન, ખંભાતના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોલેજના પ્રા. ગીતાબેન શ્રીમાળી અને પ્રા. સ્નેહલબેન ચાવડાએ ફરજ બજાવી હતી. સ્પર્ધામાં પ્રથમ નંબરે તૃપ્તિલતા સિંઘ (સેમ-૪), દ્વિતીય નંબર નિશાબેન ચૌહાણ (સેમ-૨) અને તૃતીય નંબર પ્રિયંકાબેન ચૌધરીએ મેળવ્યો હતો. સ્પર્ધાના અંતે કોલેજના ઈન્ચાર્જ આચાર્ય આરતીબેન પટેલ નિર્ણાયક તથા અધ્યાપકગણે ભાગ લેનાર તમામ પ્રશિક્ષણાર્થીઓને તથા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર પ્રશિક્ષણાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.