Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
કેલિફોર્નિયા : ગુજરાતી સિનીયર્સ ફ્રેન્ડ સર્કલ દ્વારા આગમન કાર્યક્રમ
17/01/2020 00:01 AM Send-Mail
સર્ધન કેલિફોર્નિયામાં વર્ષોથી કાર્યરત ‘‘ગુજરાતી સિનીયર્સ ફ્રેન્ડ સર્કલ (જીએસએફસી)ના સભ્યો દ્વારા ઈ.સ.૨૦૨૦ના આગમનને વધાવવાનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ માટે એનાહેઈમ સ્થિત રાધે સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં સવારે ૧૦.૩૦ કલાકથી સભ્યોના આગમન સાથે સૌના વધામણાં કર્યા... સૌ એક બીજાને સ્નેહભાવે વંદન પૂર્વક શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો. સભાના પ્રારંભે ગુણવંતભાઈ પટેલે સૌ ને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આનંદ વ્યક્ત કર્યો તેમજ ૨૬મી જાન્યુઆરીના આવનાર રાષ્ટ્રિય તહેવાર અંગે સૌનું અભિવાદન કર્યું અને આપણી આ સંસ્થાની સ્થાપનાનો પરિચય આપ્યો.

કાર્યક્રમમાં રેખાબેન દવે દ્વારા ‘‘ગણેશ સ્તુતી’’ અને હર્ષદભાઈ શાહ દ્વારા ઓસ્ટ્રેલિયામાં સર્જાયેલ ભયંકર દાવાનળને લઈને સર્જાયેલ ખુવારીનો ચીતાર વર્ણવવામાં આવ્યો. આ પરત્વે સહાનુભૂતિ સહ દુ:ખ વ્યક્ત કરવા સાથે મૌન પાળીને સૌૈએ સંવેદના વ્યક્ત કરી હતી.

સભ્યો સી.એમ.પટેલ દ્વારા ‘તજ અને મધ’ ના આયુર્વેદીક ઉપચાર ઉપર સમજ આપવામાં આવી...તેમજ આ અંગે સભ્યો તરફથી પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા. સભ્ય જગદીશભાઈ પટેલ દ્વારા ‘મેડીક્લ અને ઈન્શોરન્સ કંપની દ્વારા મળતા લાભોની જાણકારી તથા સભ્ય ભાનુભાઈ પંડ્યાને ગત પ્રોગ્રામમાં તેમના પ્રવચન ‘જન્મકુંડળીમાં ગ્રહોના સ્થાન અને તેના લાભાલાભ અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપવા બદલ સન્માનપત્ર આપવા અંગે કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. સન્માનપત્રનું વાંચન ચંદ્રીકાબેન મિસ્ત્રી દ્વારા અને શૈલેષભાઈ પરીખના હસ્તે ભાનુભાઈ પંડ્યાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાનુભાઈએ ‘લોલક’ *ર્ડખ્ૈણ્રણ્ક્પ્તઉપર વિવિધતા સભર માહિતી આપી. આ કાર્યક્રમમાં સૌ સભ્યોએ મુક્તપણે પોતાના અભિપ્રાયો અને સૂચનો વ્યક્ત કર્યા જેને આગામી કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવામાં દુષ્યંતભાઈ, ગીતાબેન પટેલ, જીતેન્દ્ર પટેલ, મનસુખભાઈ ગાંધી વગેરેનો સહયોગ મળ્યો હતો.