Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ખંભાત : શક્કરપુર ક્લસ્ટરની સરકારી પ્રા.શાળાઓમાં ટ્વિનિંગ પાર્ટનરશિપ એન્ડ ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ
કલસ્ટરની બે-બે શાળાઓની જોડી બનાવી શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પાસાઓનું આદાન-પ્રદાન કરાયું
17/01/2020 00:01 AM Send-Mail
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ઘિ માટે સરકારી પ્રા.શાળાઓમાં બાળકોમાં જીવનવિકાસ કૌશલ્ય વિક્સાવવા તેમજ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવા માટે ટ્વિનિંગ પાર્ટનરશિપ એન્ડ રીસર્ચ એક્સચેન્જ કાર્યક્રમ અમલી બનાવાયો છે.

સમગ્ર શિક્ષા અભિયાન આણંદ પ્રેરિત તથા બી.આર.સી.કો. ઓર્ડિનેટર મનિષભાઈ પટેલ દ્વારા માર્ગદર્શિત સી.આર.સી. શૈલેષભાઈ પરમારના આયોજન હેઠળ ખંભાત તાલુકાની શક્કરપુર કલસ્ટરની મેતપુર અને શક્કરપુર પ્રા.શાળા તથા બ્રાંચ ૮ અને બ્રાંચ ૭ પ્રાથમિક શાળાઓ સાથે ટ્વિનિંગ પાર્ટનરશીપ એન્ડ રીસર્ચ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા સાથે જોડવામાં આવ્યા હતા.

મુલાકાતી શાળાએ શરૂ થયેલી પૂર્ણ સમય સુધી રોકાઈને યજમાન શાળાએ પોતાની શાળામાં થતી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ મુલાકાતી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સાથે મળી શિક્ષણમાં રસ, રૂચિ, અને નવું જાણવાની જીજ્ઞાસા સંતોષાય તેવા હેતુથી બંને શાળા સાથે સ્વચ્છતા, જળ સંચય, ડીબેટ, સુશોભન, શિક્ષણકાર્ય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રદર્શન, રમત-ગમત, ક્વીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરાયું હતું. શાળા મુલાકાત દરમિયાન જે તે શાળાના સ્થળની વિશેષતાઓ અને નજીકમાં આવેલ ઐતહાસિક જગ્યા જુમ્મા મસ્જિદ તેમજ સબજેલની મુલાકાત ગોઠવવામાં આવી હતી. રમતો, વૈજ્ઞાનિક પ્રયોગો વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ચારેય શાળાના આચાર્ય, શિક્ષકોએ વિવિધ પ્રવૃત્તિમાં સામેલગીરી દર્શાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.