Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
પે. સેન્ટર શાળા, હાડગુડના ૧૨૭મા વર્ષની ઉજવણી
17/01/2020 00:01 AM Send-Mail
પે. સેન્ટર શાળા હાડગુડ ૧૨૭ વર્ષની ઉજવણી નિમિત્તે શાળા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર (આઈએએસ), સરપંચ રજિયાબેન દિવાન, દાતા સમીરભાઈ વહોરા, આશિકભાઈ અજમેરી અને અમીરૂદ્દીન સૈયદ, સુરેશભાઈ પટેલ, ગ્રામ્ય મામલતદાર પરમાર સી.આર.સી. સી- નાવલી, એસ.એમ.સી.સભ્યો,વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને ગ્રામજ્નો હાજર રહ્યાં હતા. શાળાના ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારની યોજનાઓ રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કર્યુ હતું. શાળા પરિવાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.