Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
પાયોનિયર હાઈસ્કૂલ, આણંદમાં વકતૃત્વ સ્પર્ધા
17/01/2020 00:01 AM Send-Mail
૧૨ જાન્યુઆરી ‘‘રાષ્ટ્રિય યુવા દિવસ’’ સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મ જયંતી નિમિત્તે આણંદની પોયોનિયર હાઈસ્કલમાં સ્વામી વિવેકાનંદનના જીવન વિશે જાણે તે હેતુથી ધોરણ ૯થી૧૨ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમજ હાલ આ વર્ષે સંસ્થામાંથી ૧૫૦મી વિદ્યાર્થીઓએ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ યોજિત પરીક્ષામાં ભાગ લીધો હતો.

શાળાના આચાર્ય અક્ષયભાઈ પટેલે ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડમાં સારા પરિણામ માટે વિવેકાનંદના આ વાક્યને સાર્થક કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.