Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા સ્વ. પુરુષોત્તમભાઈ મોતીભાઈ પટેલને ભાવાંજલિ
17/01/2020 00:01 AM Send-Mail
આણંદની વિભૂતિઓમાંના એક તેમજ સ્વ. કિનારીવાલા સહસત્યાગ્રહી, બારડોલી સત્યાગ્રહ, સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. પુરુષોત્તમદાસ મોતીભાઈ પટેલ (પી.એમ.પટેલ)ની ૨૧ મી પુણ્યતિથિ નિમિતે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સ્થિત સ્વ. પી.એમ.પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સંસ્થાના સીઈઓ પાર્થ બી.પટેલ તેમજ રજિસ્ટ્રાર ઈશિતા પી.પટેલે સ્વ. પુરુષોતમદાસ મોતીભાઈ પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદન કર્યા હતાં. સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી.પટેલ (વકીલ)એ સ્વ. પુરુષોતમદાસ મોતીભાઈ પટેલને વ્યક્તિવિશેષ ગણાવી તેઓના આશિર્વાદરૂપી શૈક્ષણિક સંસ્થા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી વટવૃક્ષ બનીને ફુલીફાલી રહી છે. તેનો શ્રેય સ્વ. પુરુષોત્તમદાસ મોતીભાઈ પટેલના આશીર્વાદને જાય છે અને આવનારા સમયમાં પણ તેમના આશીર્વાદ ફળદાયી નિવડશે તેવો શ્રધ્ધારૂપી ભાવ વ્યક્ત કરી પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદન કર્યા હતાં.

આ પ્રસંગે એજ્યુ. ડાયરેક્ટર ડો. એ.આર.પરીખ, મનુભાઈ સી.પટેલ, સંસ્થા સંચાલિત તમામ કોલેજિસના આચાર્યો, અધ્યાપકો, અધ્યાપીકાઓ તથા નોન ટીચીંગ સ્ટાફમિત્રો હાજર રહ્યા હતાં.