Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : એ.આર.કોલેજ ઓફ ફાર્મસીમાં શિક્ષકો માટેની તાલીમ શિબિર
17/01/2020 00:01 AM Send-Mail
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એ.આર.કોલેજ ઓફ ફાર્મસી એન્ડ જી.એચ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફાર્મસી, વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ સહાય યોજના હેઠળ ફાર્મસી, એન્જિનિયરીંગ અને ટેકનિક્લ વિદ્યાશાખાના શિક્ષકો માટે દ્વિઅઠવાડિક તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ શિક્ષકો શિક્ષણકળા શીખવાની પ્રક્રિયાઓમાં સુધારણા, શિક્ષક સામેના પડકારો અને શિક્ષકોમાં શિક્ષણની પ્રાચીન પદ્વતિઓનું અનુરૂપણ કેળવવાનો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એ.આર. ફાર્મસી કોલેજના નિવૃત આચાર્ય ડો. વિષ્ણુભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે ભારતીય વિચારમંચ અને શ્રેયા એન્જિનિયરીંગ વર્કસના વહીવટી સંચાલક અને પ્રમુખ પરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહેમાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રને શ્રેષ્ઠ ભારતના ઘડતર માટે અનુરૂપ એવા શિક્ષકો ઘડવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહેમાનો તેમજ પ્રિન્સિપાલ ડો. જોલી પરિખ દ્વારા તાલીમ શિબિરમાં હાજર રહેલ તમામ શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અંતમાં તાલીમ શિબિરના સંયોજક ડો. નૈતિક ત્રિવદી દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.