Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
નલિની આર્ટસ કોલેજમાં વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી
16/01/2020 00:01 AM Send-Mail
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજના રાષ્ટ્રિય સેવા યોજના વિભાગ દ્વારા વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી કોલેજના આચાર્ય ડો.એમ.જી.મન્સુરીના માર્ગદર્શન હેઠળ અને આઈ.એસ.સી. કોર્ડિનેટર ડો. એન. કે. બારોટના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થી પ્રતિનિધિ સંજય મકવાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. સ્વાગત અને પ્રસંગોચ્ચિત ઉદ્બોધન એન.એસ.એ.સી. પ્રોગ્રામ ઓફિસર ડો. બી.એમ.ગજેરાએ કર્યું હતું. કોલેજ મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ ડો. નિરૂબેન પટેલે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે વૈદિક ધર્મ પૂન: સ્થાપન કાર્ય કર્યું તે ભારત વર્ષ માટે અપ્રિતમ દેન છે.

કાર્યક્રમના અધ્યક્ષ ડો.એન.કે.બારોટે ‘‘યુવાનોને ભગવદ્ગીતા પહેલા ફૂટબોલની આવશ્યક્તા છે’’ એવા સ્વામી વિવેકાનંદના અવતરણને ટાંકતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ડો. બારોટે વિદ્યાર્થીઓને વિવેકાનંદનું જીવનચરિત્ર અને પુસ્તકો વાંચવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આઠ વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોને વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે ડો. પ્રિયંકા ચૌહાણે સૌનો આભાર તથા એન.એસ.એસ.ના સ્વયંસેવક પરમારે જિજ્ઞેશે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.