Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
ધર્મજમાં કોટક મહેન્દ્ર બેંકના નામે શાખા ખોલી લાખોનું ફુલેકુ ફેરવી બંટી-બબલી ફરાર
ઊંઝાના કનકભાઈ શાહ અને તેમના પત્ની દ્વારા ઊંચા વ્યાજની લાલચે ફિક્સ ડિપોઝિટો ઉઘરાવી : નોકરીએ રાખેલા ગામના જ બે યુવાનોના નામે ચેકો અથવા રોકડ રકમ લઈને ફીક્સ ડીપોઝિટની પાવતીઓ આપતા હતા
15/12/2019 00:12 AM Send-Mail
કોટક મહેન્દ્ર બેંકની જ શાખા હોય તેવો આભાસ કરાયો હતો
ઉંઝાના કહેવાતા બંટી બબલી દ્વારા કોટક મહેન્દ્ર બેંકની જ શાખા હોય તેવો આભાસ ઊભો કરાયો હતો. ઓફિસની બહાર કોટક મહેન્દ્ર બેંક જેવો જ લોગો લગાવીને કોટક સિક્યુરિટિ ધર્મજ શાખાના નામે ઓફિસ ચાલુ કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ હતી કે, ઓફિસનો વિધિવત ઉદ્ઘાટન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. જો કે આટલા ટાઈમ સુધી કોટક મહેન્દ્ર બેંકની બનાવટી શાખા ધર્મજમાં કાર્યરત હતી તેની જાણ કોટક મહેન્દ્ર બેંકને કેમ ના થઈ તે સવાલ પણ ચર્ચાની એરણે ચઢ્યો છે.

ભારતના પેરીસ તરીકે ઓળખાતા એનઆરઆઈ ગામ ધર્મજમાં કોટક મહેન્દ્ર બેંકના નામે શાખા ખોલીને બંટી-બબલી ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝિટો ઉઘરાવીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દશેક મહિના પહેલા ધર્મજ ગામે ઉંઝાના કનકભાઈ શાહ અને તેમની પત્ની દ્વારા કોટક મહેન્દ્ર બેંકના નામે કોટક સિક્યુરિટિ નામની ઓફિસ ખોલી હતી અને ગામના જ બે યુવાનોને નોકરીએ રાખીને ફિક્સ ડિપોઝિટ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. બંટી-બબલી દ્વારા ગ્રાહકોને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી જેને લઈને કેટલાક ગ્રાહકો આકર્ષાયા હતા અને તેઓ દ્વારા કોટક સિક્યુરિટિઝમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. બંટી-બબલી દ્વારા તેમની શાખામાં નોકરીએ રખાયેલા બન્ને યુવાનોના નામના ચેક અથવા તો રોકડ રકમ લઈને ફિક્સ ડિપોઝિટની પાવતી આપવામાં આવતી હતી.

દશેક મહિનાની અંદર બંટી-બબલી દ્વારા લાખો રૂપિયાની રકમ ઉઘરાવી લીધી હતી. જો કે ચારેક દિવસ પહેલાં એક એનઆરઆઈ ફિક્સ ડિપોઝિટ મૂકવા માટે ગયા ત્યારે કથિત કનકભાઈ શાહ દ્વારા રોકડ રકમ કે પછી તેમને ત્યાં કામ કરતા યુવાનોના નામે ચેક આપવાનું જણાવ્યું હતુ. જો કે એનઆરઆઈએ કોટક મહેન્દ્ર બેંકનો જ ચેક આપવાનો આગ્રહ રાખ્યો હતો અને ફરીથી આવવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા. આ તરફ પોતાનો ફાંટો ફૂટે તે પહેલાં જ બંટી-બબલી રાતોરાત ભાડાનું મકાન ખાલી કરીને લેપટોપ, કોમ્પ્યુટર સહિત જે કાંઈપણ સામગ્રી હતી તે લઈને ત્યાંથી નીકળી ગયા હતા. છેલ્લાં ચારેક દિવસથી તેમનો કોઈ અત્તો પત્તો ના લાગતાં ડિપોઝિટરોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા. કેટલાક જાગૃતોએ ઘોડો નાશી ગયા બાદ તબેલાને તાળાં મારતા હોય તેમ કોટક મહેન્દ્ર બંક, મુંબઈનો સંપર્ક કરીને ધર્મજની શાખા અંગે પૂછતાં તેઓ દ્વારા આવી કોઈ શાખા તેમના દ્વારા ખોલવામાં નહીં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે આ મામલે ભારે હોબાળો થવા પામ્યો હતો. જો કે આ સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસનો સંપર્ક કરતાં આવી કોઈ ફરિયાદ હજી સુધી પોલીસ મથકે આવી નહીં હોવાનું જણાવ્યું હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ વ્યાજ મેળવવાની લાલચે ઠગાયેલા ડિપોઝિટરો પણ ખુલીને કાંઈ બોલવા તૈયાર નથી જેને લઈને ખરેખર ઠગાઈનો આંકડો કેટલો છે તે બહાર આવ્યુ નથી.

બોરસદમાં ધોળા દહાડે ૧૫ લાખની મત્તાની લૂંટ ચલાવી બે બાઈક સવારો ફરાર

મૂળ પામોલના હિરલબેન પટેલના લગ્ન કિંખલોડના વતની રાકેશ પટેલ સાથે થયા હતા : સાસરીયાઓના ત્રાસથી બે માસ અગાઉ છૂટાછેડા થયા હતા, હત્યા કરાયાનો પરિવારજનોનો આક્ષેપ : ૧૧ જાન્યુ.એ ગૂમ થયાના ૩ દિવસ બાદ અકસ્માતગ્રસ્ત કારમાં હિરલ પટેલની કચડાયેલી લાશ મળી હતી

ફાયનાન્સ કંપનીના કર્મીને લૂંટવાનો પ્રયાસ કરનાર બેને ૩-૩ વર્ષની સજા

મેઘવા : પ્રેમી સાથે મળીને પતિની હત્યા, પત્ની સહિત ૩ની ધરપકડ

જીટોડીયામાં પતંગ ઉડાડવા બાબતે જીવલેણ હુમલો : ૧ ગંભીર

સંદેશર ચોકડી પાસે વીજ પોલ સાથે રીક્ષા ભટકાતા ચાલકનું કમકમાટીભર્યું મોત

આણંદ : પુત્ર પાસે બાળમજુરી કરાવનાર ગણેશ કોર્નરના માલિક વિરૂદ્ઘ ફરિયાદ

આસોદરમાં ત્રાટકેલા તસ્કરો : ૪ મકાનોના તાળા તોડીને લાખોની ચોરી કરી ફરાર