Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
મહેમદાવાદ તા.પં.ની ખાત્રજ અને માંકવા બેઠકની પેટા ચૂંટણી રદ થશે
ભાજપના બે મહિલા સભ્યો કોંગ્રેસમાં જતાં પક્ષાંતર ધારા હેઠળ બંનેને ગેરલાયક ઠેરવવાના કરેલ હુકમ પર હાઇકોર્ટનો મનાઇ હુકમ : હરિયાળા બેઠક માટે ૪ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
15/12/2019 00:12 AM Send-Mail
ખેડા તાલુકા પંચાયતની હરિયાળા અને મહેમદાવાદ તાલુકા પંચાયતની ખાત્રજ તથા માંકવા બેઠક માટે તા. ર૯ ડિસે.ર૦૧૯ના રોજ પેટા ચૂંટણી જાહેર કરાઇ હતી. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભરાયા છે. જો કે મહેમદાવાદ તાલુકાના માંકવા અને ખાત્રજ બેઠકના બે મહિલા ઉમેદવારોને વિકાસ કમિશનરે ગેરકાયદેસર ઠેરવ્યાંના હુકમ પર ગત મોડી સાંજે ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપી દેતાં હવે આ બે બેઠકો માટે ચુંટણી યોજાશે નહીં. જો કે ચુંટણી પંચ દ્વારા હજી સુધી ચુંટણી રદ માટે ઓર્ડર આપ્યો ના હોઈ આજે આ બંને બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી. જેમાં માંકવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.

ખેડા જિલ્લાની મહેમદાવાદ તા.પં.ની ખાલી પડેલ માંકવા અને ખાત્રજ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ બેઠકો ખાલી પડવા પાછળનું કારણ એ હતું કે, અઢી વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે મહિલા સભ્યો સાવિત્રીબેન ચૌહાણ અને સુનિતાબેન પટેલે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતાં. જેથી કોંગ્રેસે સાવિત્રીબેનને પ્રમુખ અને સુનિતાબેનને કારોબારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. ભાજપ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ બંને સભ્યોને ગેરલાયક ઠેરવવા વિકાસ કમિશન સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેથી વિકાસ કમિશને આ બંનેને ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો.

હુકમના પગલે ખાલી પડેલ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે એક તરફ ઉમેદવારી પત્ર ભરાવવાની શરુઆત થઇ હતી ત્યારે કોંગ્રેસ દ્વારા વિકાસ કમિશનના હુકમ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવતાં ગત મોડી સાંજે હાઈકોર્ટે વિકાસ કમિશનરના હુકમ પર મનાઈ હુકમ આપ્યો છે. જેથી સાવિત્રીબેન અને સુનિતાબેનનું સભ્યપદ હાલ પુરતુ યથાવત છે. એટલે હવે આ બંને બેઠક માટે ચુંટણી યોજાશે નથી. મહેમદાવાદ તા.ંપં.ની આ બંને બેઠકોના આર.ઓ. તરીકે નિયુકત અધિકારીને પૃચ્છા કરતાં જણાવ્યું હતું કે, હજી સુધી ચૂંટણી કમિશ્નર તરફથી ચૂંટણી રદ કરવા અંગે લેખિતમાં જાણ થઇ નથી. આથી ચૂંટણી કાર્યવાહી મુજબ આજે પણ ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી ચાલુ હતી. જેમાં માંકવા બેઠકમાંથી કોંગ્રેસના ચૌહાણ પ્રેમીલાબેને ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ખેડા તા.પંચાયતની હરિયાળા બેઠક માટે આજે પરમાર હર્ષદભાઈ પુનમભાઈ, પરમાર મયુરભાઈ હર્ષદભાઈ, ચાવડા શાંતાબેન ગગુભા અને રાવળ રાવજીભાઈ નટવરભાઈ ઉમેદવારી નોંધાવી છે. જો કે સોમવાર સુધી ચુંટણી કમિશન તરફથી ચૂંટણી રદ બાબતે લેખિતમાં જાણ આવવાની શકયતા વ્યકત કરવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવેલ લાશનું પીએમ કરવા પરિવાર ૧૦ કલાક ભટક્યો

ધનમાંથી મકર રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે દાન કરીને પૂણ્યનું ભાથું બાંધવા શ્રદ્ઘાળુઓ ઉમટયા

પીપળાતા : રહેઠાણની જગ્યા નહીં મળે તો અનુ.જાતિના લોકોની હિજરત કરવાની ચીમકી

નડિયાદ : રોડ પર શાળાનો ગેટ બનાવવા પાલિકાનો આરસીસી રસ્તો ખોદી નાંખ્યો

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની સીમમાંથી બાવળના વૃક્ષો કાપવા મામલે રાજકારણ ગરમાયુ

સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે શ્રી સંતરામ મંદિર દ્વારા ‘મેરેથોન દોડ-૨૦૨૦’નું આયોજન

નડિયાદ : મોંઘવારીના પવનમાં વેપારીઓના પતંગો કપાઈ રહ્યાં છે

ખેડા જિલ્લાવાસીઓ છેલ્લાં૩ દિવસથી ફુંકાતા ઠંડા પવનથી ધ્રુજ્યા